ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંજારમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઇ જારી

    અંજારમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઇ જારી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 02:55 AM IST

    અંજારમાં વધી ગયેલા દેશી દારૂના દુષણ સામે પોલીસની તવાઇ છેલ્લા અઠવાડિયાથી સતત ચાલુ છે ત્યારે મંગળવારે સાંજે દરોડા...
    • અંજારમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઇ જારી
      અંજારમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઇ જારી
      અંજારમાં વધી ગયેલા દેશી દારૂના દુષણ સામે પોલીસની તવાઇ છેલ્લા અઠવાડિયાથી સતત ચાલુ છે ત્યારે મંગળવારે સાંજે દરોડા દરમિયાન એક જ વિસ્તારમાંથી ત્રણ ઇસમોને દેશી લારૂના મુદ્દામાલ સાથે પકડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

      આ બાબતે પોલીસ ચોપડેથી મળેલી માહિતિ મુજબ,અંજારની કે.જી.માણેક સ્કુલ નજીક આવેલા વાડી વિસ્તારમાં અંજાર પોલીસે દરોડો પાડતાં ત્યાં 20 દેશી દારૂની થેલી સાથે વોરાસર વાડી સોરઠિયા ફળિયામાં રહેતા 42 વર્ષીય મુકુંદ વાલજી પેડવા (સોરઠિયા),વિજયનગરના અંજલી વિહારમાં રહેતા 48 વર્ષીય મુકેશ વેલજી સોરઠિયા,કે.જી.માણેક સ્કુલ વિસ્તારની પટેલ વાડી વિસ્તારમાં માં રહેતા 46 વર્ષીય પરષોત્તમ રતનાભાઇ માલસતર(સોરઠિયા) ને મુદ્દામાલ સાથે પકડી અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી. અંજાર પોલીસે નોટરીનગર ખાતે રહેતા મુસ્તાક નઝમુદ્દીન બાયડના કબજામાં રહેલો રૂ.1300ની કિંમતનો 65 લીટર દેશી દારુ અને રૂ.200ની કિમતનો દારૂ બનાવવાના સાધનો એમ કુલ રૂ.1500નો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ આરોપી નાસી ગયો હતો,તો પાંજરાપળ બાજુમાં આવેલા આમળા વાળા કુવા નજીક ત્યાં જ રહેતા અજીજ ઉર્ફે અજીયો મામદ કુરેશીના કબજામાં રહેલા રૂ.140ની કિમતના દેશી દારૂના મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ દરોડા દરમિયાન આરોપી નાસી ગયો હતો તેની સામે અંજાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંજારમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઇ જારી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `