પાટણના જવાબદારો સામે કડક કાર્યવાહી કરો

અંજાર તાલુકા દલીત યુવા એકતા મંચ દ્વારા અંજારમાં પાટણમાં બનેલા ભાનુભાઇ વણકરના આત્મવિલોપનના બનાવમાં જે જવાબદારો...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 02:55 AM
પાટણના જવાબદારો સામે કડક કાર્યવાહી કરો
અંજાર તાલુકા દલીત યુવા એકતા મંચ દ્વારા અંજારમાં પાટણમાં બનેલા ભાનુભાઇ વણકરના આત્મવિલોપનના બનાવમાં જે જવાબદારો હોય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી સ્તવરે કરવા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી અને મામલતદાર મારફત રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું હતું તો જો તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોઇપણ અનિચ્છનિય બનાવ બનશે તો તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.બુધવારે સવારે જય ભીમના તથા દલીત સમાજની લડત ચલાવી આત્મ વિલોપના કરનાર ભાનુભાઇ વણકર અમર રહોના સૂત્રોચ્ચાર સાથે દલીત સમાજના આગેવાનો તેમજ લોકોએ રેલી સ્વરૂપે પહેલાં પ્રાંત કચેરીમાં જઇ પ્રાંત અધસિકારીને આવેદન પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી ત્યારબાદ ત્યાંથી સૂત્રોચ્ચાર સાથે અંજાર મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદન પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી

અંજારમાં દલિત સમાજની રેલી નિકળી

X
પાટણના જવાબદારો સામે કડક કાર્યવાહી કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App