ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આદિપુરમાં મોડી રાત્રે વાળંદની કેબિન સળગાવાઇ

    આદિપુરમાં મોડી રાત્રે વાળંદની કેબિન સળગાવાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 02:55 AM IST

    આદિપુરના મૈત્રી રોડ પર આવેલી વાળંદની કેબિન કોઇએ સળગાવી દીધાનો બનાવ મંગળવારે મોડી રાત્રે બન્યો હતો,આ બાબતે ભોગ...
    • આદિપુરમાં મોડી રાત્રે વાળંદની કેબિન સળગાવાઇ
      આદિપુરમાં મોડી રાત્રે વાળંદની કેબિન સળગાવાઇ
      આદિપુરના મૈત્રી રોડ પર આવેલી વાળંદની કેબિન કોઇએ સળગાવી દીધાનો બનાવ મંગળવારે મોડી રાત્રે બન્યો હતો,આ બાબતે ભોગ બનનારે નવા દુકાનદાર સામે પોલીસ સમક્ષ શંકાની સોઇ તાકી છે પરંતુ પોલીસ આ બાબતે ફરિયાદના આધારે તપાસ આગળ વધારશે.

      આ બાબતે સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ આદિપુરના મૈત્રી રોડ પર ઝુલેલાલ પ્યાઉ પાસે છેલ્લા 25 વર્ષથી કેબિન ધરાવતા રમેશ ચુનીલાલ વાળંદ તરીકે વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ કેબિન કોઇ અજાણ્યો શખસ મંગળવારની મોડી રાત્રે સળગાવી જતાં આ શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યુ઼ છે.મોડી રાત્રે આ કેબિનમાં લાગેલી આગ બાબતે રસ્તે પસાર થતા લોકોએ બાજુમાં આવેલી દુધની ડેરીના માલિકને જાણ કરી હતી આ ડેરીમાં પણ આ આગથી નુકશાન થયું હતું અને કેબિનની બાજુમાં આવેલા વર્ષો જુના લીમડાના ઝાડને પણ નુકશાન થયુ઼ હતું.

      આ બનાવની જાણ આદિપુર પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે નિરિક્ષણ કર્યું હતું અને આ ભષ્મીભૂત થયેલી કેબીન ધારક રમેશભાઇએ પોલીસમાં નવા દુકાનદારે આ કૃત્ય કરેલું હોવાની શંકા વ્યક્ત કરી હતી.આદિપુર પોલીસ વિધીવત ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરશે,હાલ આ શ્રમજીવી પરિવાર બેરોજગાર બન્યો છે.

      ભસ્મીભૂત થયેલી કેબીન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આદિપુરમાં મોડી રાત્રે વાળંદની કેબિન સળગાવાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `