Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન

30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

કંડલા પોર્ટના 200 જેટલા કાચા કામદારોને કે જેઓ 1998થી કામ કરી રહ્યા છે. મસ્ટર રોલ પર કાર્યરત કરારથી સફાઇ કામદાર,...

  • 30 દિવસમાં 200 કાચા કામદારોને પાકા કરવામાં ન આવે તો આંદોલન
    કંડલા પોર્ટના 200 જેટલા કાચા કામદારોને કે જેઓ 1998થી કામ કરી રહ્યા છે. મસ્ટર રોલ પર કાર્યરત કરારથી સફાઇ કામદાર, કારપેન્ટર, ડ્રાઇવર, માળી વગેરે કામગીરી કરતાં આ કર્મચારીને પાકા કરવાની દરખાસ્ત પાંચ વર્ષથી કરવામાં આવી છે પરંતુ દીન દયાલ પોર્ટ કાર્યવાહી કરતું નથી. કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા ચેરમેનને પત્ર પાઠવીને 30 દિવસમાં 200 કામદારોને પાકા કરવા માગણીપત્રરૂપી નોટિસ મોકલી આપી છે. કંડલા પોર્ટ કર્મચારી સંઘ ઇન્ટુકના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને એમપીટી એક્ટ 1963ની કલમ 120 અનુસંધાને નોટિસ પાઠવી છે. ઉપરોક્ત નોટિસના અનુસંધાને હવે દીન દયાલ પોર્ટ શું કાર્યવાહી કરે છે તેની ઉપર નજર છે. નોટિસની સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા અસ્થાયી કાર્યરત કર્મચારીઓને નિયમીત પગાર આપવા સહિતની માગણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending