તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્વતંત્રતા પર્વે પાલિકા ‘વર્કમોડ\'માં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા પર્વે પાલિકા ‘વર્કમોડ\'માં આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનું ગ્રાઉન્ડ રિહર્સલ કરાયું

સ્વતંત્રતાપર્વના આગમન સાથે ગાંધીધામ પાલિકાની ગતિવિધિમાં ગરમાટો આવી ગયો છે. વખતે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ગાંધીધામમાં થવાનો છે, ત્યારે એક સપ્તાહ અગાઉથી ઢોર, સાફ-સફાઈ, ગટરલાઈન નાખવાના તેમજ ઢોર પકડવાના કાર્યોમાં તેજી આવી ગઈ છે. પાલિકા દ્વારા મોડી રાત સુધી રોડ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

ગાંધીધામના ટાગોર રોડ પર, બીએસએનએલ ઓફિસ સામે ગટરલાઈન નાખવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, તો બીજીતરફ શહેરના આંતરિક માર્ગોમાં મોડી રાત સુધી સાફ-સફાઈ અને રોડ સ્વેપિંગનું કાર્ય ચાલી રહ્યું છે. તો બીજીતરફ રમત-ગમત સંકુલ આસપાસ અને આસપાસના સ્થળો પર રખડતા ઢોરોને પકડવા ખુદ પાલિકા મેદાનમાં ઉતરી પડી છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા કાર્યો પાછળનું કારણ વખતે સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે થવાની છે તે છે. રાજ્ય સરકારના નિયમ મુજબ દરેક મંત્રી અલગ-અલગ જિલ્લાઓમાં જઈ ધ્વજવંદન કરશે, જે અનુસાર કચ્છનું જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ગાંધીધામ ખાતે થવાનું છે, જેના કારણે સંકુલ આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈ, ઢોર પકડવા સહિતની લીંપાપોતીનું કામ ત્રણ દિવસ અગાઉથી આરંભાઈ ચૂક્યું છે. અહીં નોંધવું રહ્યું છે કે, છેલ્લા બે વર્ષથી શહેરમાં રખડતા ઢોરના કારણે ત્રણ લોકોના અપમૃત્યુના બનાવ અને અનેક ઘાયલ થયા તેમજ લોકદરબાસ સહિતના સ્થળોએ અનેક વાર જનતામાંથી રાવ ઉઠવા છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી આરંભાઈ હતી. થોડા દિવસો અગાઉજ ટેન્ડર બહાર પાડી ખુલ્લા પ્લોટ ગોતવાની ગતિવિધિ આંરભાઈ છે, તેવી માહિતી અપાઈ હતી, ત્યારે રાજ્યકક્ષાના મંત્રીનું આગમન શહેરમાં થવાનું છે, ત્યારે જે-તે વિસ્તારમાં ઢોર પકડવાનું કાર્ય આંરભાતાં માત્ર ઈચ્છા હોવાની ખેવના કાર્ય કરાવી આપે છે તે ઉક્તિ સાર્થક થાય છે.

રમત-ગમત સંકુલમાં આયોજનનું નિરીક્ષણ કરી રહેલા અધિકારીઓ અને દેશભક્તિ ગીત પરની પ્રસ્તુતિનો અભ્યાસ કરી રહેલા ઉત્સાહીત વિદ્યાર્થીઓ દૃશ્યમાન થાય છે.

15મી ઓગસ્ટ માટે સજ્જ થતું ગાંધીધામ : ગટર લાઈન, સાફ-સફાઈ, ઢોર પકડવાના કામ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો