• Gujarati News
  • National
  • વરસાદના આગમન સાથે સંકુલમાં કલાકો લાઇટ ડૂલ

વરસાદના આગમન સાથે સંકુલમાં કલાકો લાઇટ ડૂલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્યવરસાદમાં વીજ કંપનીની પોલંપોલ વહીવટનો પર્દાફાસ થયો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં કલાકો સુધી લાઇટ ડૂલ રહેતા લોકો પરેશાન થઇ ગયા હતા. વરસાદી વાતાવરણ પછી થોડીક ઠંડક પ્રસર્યા પછી પુન: બફારો અનુભવતા લોકોને વીજ પુરવઠા વિના ભારે હાલાકીનો સામનો કરવો પડતાં ત્રાહિમામ પોકારી ગયા હતા.

વીજ કંપનીની બેદરકારી કે પ્રિ-મોન્સુનની નબળી કામગીરીને કારણે લોકોને અવારનવાર પરેશાનીમાં મુકાવવું પડે છે. વરસાદના બીજા રાઉન્ડમાં પણ વીજ કંપનીએ પોત પ્રકાશ્યું હતું. બપોરના સમયે વરસેલા વરસાદથી વીજ પુરવઠો શહેરના જુદા જુદા વિસ્તારમાં ડૂલ થઇ ગયો હતો. મેઘરાજાના વિરામ પછી પણ કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતાં લોકોને હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. અધુરામાં પુરૂં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારાનો સામનો કરતા લોકોને સામાન્ય ઠંડક પછી બફારો વધતાં વીજ પુરવઠો હોવાથી લોકોની હાલત ખરાબ થઇ ગઇ હતી. દર વખતે ઉભી થતી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વીજ કંપની દ્વારા કાગળ પર જાણે આયોજન કરવામાં આવતું હોય તેવો ઘાટ થતો હોય છે.

હવે, મરંમતનું મુહૂર્ત કાઢ્યું

વીજકંપની દ્વારા મરંમતની કામગીરીના પગલે તા.30ના શિણાય, અંતરજાળમાં, તા.1ના 1/એ-બી, 3/એ-બી, 6/એ-બી, ગોલ્ડન સિટી, તા.2ના ચુડવા હાઇવે, ચુડવા સોલ્ટ, પડાણા હાઇવે, તા.3ના 11 કેવી ગાયત્રી ઇન્ડસ્ટ્રીય ફીડરમાં, સવારે 8થી બપોરે બે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ કંપનીની પદ્ધતિ સામે ઉભા થયેલા સવાલ

અન્ય સમાચારો પણ છે...