Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ટુંકાગાળામાં 23 હજાર ટીયુઇ કન્ટેનર હેન્ડલ કરાયાનો દાવો

ટુંકાગાળામાં 23 હજાર ટીયુઇ કન્ટેનર હેન્ડલ કરાયાનો દાવો

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:55 AM

કંડલા પોર્ટ દ્વારા 55મા મેરીટાઇમ ડેની ઉજવણી કરાઇ

  • ટુંકાગાળામાં 23 હજાર ટીયુઇ કન્ટેનર હેન્ડલ કરાયાનો દાવો
    કંડલા પોર્ટ દ્વારા 55મા મેરીટાઇમ ડેની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે ફરી એક વખત નંબર વન પોર્ટનું સ્થાન મેળવ્યું છે. તેની પાછળ પોર્ટ યુઝર્સ પોર્ટના કર્મચારીઓ વગેરેનો ફાળો છે. કન્ટેનર હેન્ડલીંગ ક્ષેત્રે ટુંકાગાળામાં 23 હજાર ટીયુઇ કન્ટેનર હેન્ડલ કરવામાં આવ્યા છે જે ઓપરેટરોના સહકારથી આ આંકડો હજુ પણ આગામી દિવસોમાં ઉંચો લઇ જવા માટે પોર્ટ પ્રશાસન કટીબદ્ધ છે. પોર્ટ યુઝર્સ બી.કે. મનસુખાણી, યોગેશ મહેતા, મહેશભાઇ ગુપ્તા વગેરેએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

    સતત 11મા વર્ષે નંબર વન પોર્ટ

    સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરાયો

    ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમ પછી યોજાયેલી પત્રકાર પરીષદમાં જુદા જુદા પ્રશ્નો અંગે ડેપ્યુટી ચેરમેન આલોકસિંઘ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં સ્માર્ટ સિટીના મુદ્દે માહિતી આપી હતી કે, ડિઝાઇન મેપ તૈયાર થઇ ગયા છે. પ્રથમ ફેઝના કામ માટે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે રોડની ગુણવત્તાના મુદ્દે સેન્ટ્રલ રોડ ઇન્સ્ટીટ્યુશનને લગાવવામાં આવ્યા છે. જેની સેવા લઇને પોર્ટના અંદરના રોડ બનાવવાનું કામ કરવામાં આવશે. જેમાં ક્વોલીટી પર ધ્યાન દેવામાં આવશે અને આજ સંસ્થાના થર્ડ પાર્ટી તરીકે કામ કરે તે માટે પણ જણાવવામાં આવ્યું છે. વેબ્રીજના મુદ્દે ટીએમ બાલાણીને પ્રકાશ પાડીને બ્રીજ બધા કાર્યરત હોવાનો દાવો કરીને નિયમ મુજબ કાર્યવાહી થઇ રહ્યાનું જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending