• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રાજ્યમાં બીજુ સૌથી ગરમ સ્થળ રહ્યુ કંડલા એરપોર્ટ

રાજ્યમાં બીજુ સૌથી ગરમ સ્થળ રહ્યુ કંડલા એરપોર્ટ

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
રાજ્યમાં બીજુ સૌથી ગરમ સ્થળ રહ્યુ કંડલા એરપોર્ટ
ઉનાળો હવે ધીમા પગલે પોતાના સ્વરુપમાં આવી રહ્યો હોય તેવો અહેસાસ નાગરીકોને થઈ રહ્યો છે. ગુરુવારે ગાંધીધામ તાલુકા વિસ્તારમાં આવતા કંડલા એરપોર્ટ પર રાજ્યમાં સૌથી વધુ દ્રિતીય ક્રમાંકનું તાપમાન નોંધાયુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે ગતવર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન ત્રણથી વધુ વાર કંડલા એરપોર્ટ વિસ્તારમાં જોવા મળ્યુ હતુ.

મૌસમ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે ગુરુવારના રાજ્યમાં સૌથી વધુ ગરમ અમરેલી 39.6 ડિગ્રી સાથે તો કંડલા એરપોર્ટ 39.5 ડિગ્રી સાથે દ્રીતીય રહ્યુ હતુ. તો કંડલા પોર્ટ પર 34.1 મહતમ તાપમાન નોંધાયુ હતુ. એપ્રીલ મહિનાની શરુઆતેજ ગરમીની વધતી જતી માત્રાથી જનજીવનમા ઉંડી અસર જોવા મળી છે. લોકો બપોરે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે તો લીંબુ પાણીથી શેરડીના રસ સુધીના સેન્ટરો ઠેર ઠેર ધમધમી ઉઠ્યા છે. આ વચ્ચે બરફનું માર્કેટ પણ ધમધમી ઉઠ્યુ છે ત્યારે દરવર્ષેની જેમ વધુ એક વાર તેની ગુણવતાને લઈને પ્રશ્નો શરુઆતથીજ ઉઠવાના શરુ થઈ ગયા છે. મૌસમ વિભાગના સુત્રોનું માનીયે તો આગામી સપ્તાહમાં પારો વધુ ઉપર જશે તથા પવન પણ તીવ્ર ગતીએ ફુંકાશે તેવી સંભાવના છે.

X
રાજ્યમાં બીજુ સૌથી ગરમ સ્થળ રહ્યુ કંડલા એરપોર્ટ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી