માર્ગો પર ફરતા પશુઓની સમસ્યાનો હલ ક્યારે?

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
માર્ગો પર ફરતા પશુઓની સમસ્યાનો હલ ક્યારે?
ગાંધીધામના ભારતનગર સહિત સમગ્ર શહેરમાં મુક પશુઓના જાહેર માર્ગો પર રહેવાની અને આખલાઓના કારણે લોકોને ઈજા થવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી ત્યારે રોષે ભરાયેલા નાગરીકો સોશ્યલ મીડીયા સહિતના પ્લેટફોર્મ પર રોષ ઠાલવી વર્ષો જુની આ સમસ્યાનો હલ કેમ પ્રશાસન નથી લાવી રહ્યુ તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યંુ હતું.

ગાંધીધામના ભારતનગર સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી પશુઓની સમસ્યા યથાવત છે ત્યારે આ અંગે રહેવાસી ત્રીલોક મંગનાની સહિતનાએ સોશ્યલ મીડીયામાં સીઓ તથા અન્ય ઓથોરીટીને આ અંગે ધ્યાન દોરી પ્રશ્ન કર્યો હતો કે આખરે એક સમસ્યા દશકાથી ચાલી રહિ છે ત્યારે તેનો નિવેડો શા માટૅ તંત્ર નથી લાવી રહ્યુ? અહિ નોંધવુ રહ્યુ કે આ વિસ્તારમાં આખલાઓના કારણે બેથી વધુ મોત થઈ ચુક્યા છે તો હજી પણ રાત્રીના આખલાઓ સમગ્ર વિસ્તારને હાઈજેક કરી અધમ મચાવે છે. જેના કારણે કેટલાક રહેઠાણોની દિવાલો ખસ્તા થઈ ચુકી છે.

X
માર્ગો પર ફરતા પશુઓની સમસ્યાનો હલ ક્યારે?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી