Home » Gujarat » Bhuj » Gandhidham » વસૂલાતના આંકડા આપવામાં તલાટી TDOને ગાંઠતા નથી

વસૂલાતના આંકડા આપવામાં તલાટી TDOને ગાંઠતા નથી

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:55 AM

તાલુકામાં 85 ટકાથી વધુ વસૂલાતનો વિક્રમ તલાટીને તાકીદ કરવામાં આવ્યા છતાં રિપોર્ટ આપતા નથી

  • વસૂલાતના આંકડા આપવામાં તલાટી TDOને ગાંઠતા નથી
    ગાંધીધામ તાલુકામાં આ નાણાંકીય વર્ષમાં વિક્રમ સર્જક વેરાની વસૂલાત થશે, તેવો દાવો કરીને ડીટીઓ દ્વારા આગામી દિવસોમાં આ બાબતે 31 માર્ચે તમામ માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે આ બાબતે બે દિવસથી તલાટીઓને જાણ પણ કરીને સૂચના આપવામાં આવ્યા છતાં તેઓએ રિપોર્ટ પુરતા પ્રમાણમાં આપ્યો ન હોવાથી ટીડીઓને ગાંઠતા ન હોવાની સ્થિતિ ઉભી થઇ રહી છે.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકા પંચાયતનું અસ્તિત્વ આવ્યા પછી 2000થી અત્યાર સુધી 18 વર્ષની સફર દરમિયાન આ વખતે વિક્રમસર્જક વેરા વસૂલાત થનાર હોવાની માહિતી બહાર આવી હતી. નાણાંકીય વર્ષ પુરૂં થાય તે અગાઉ પાંચ દિવસ પહેલા જ આ બાબતે સામાન્ય સભા પૂર્ણ થયા પછી મીડીયા સાથેની વાતચિતમાં ટીડીઓ રમેશભાઇ વ્યાસ દ્વારા માહિતી પુરી પાડીને વિક્રમ સર્જક વસૂલાત થઇ રહી હોવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ અત્યાર સુધી કેટલી વસૂલાત થઇ તે અંગેનો પુરતા પ્રમાણમાં આંકડાકીય માહિતી તેની પાસે ઉપલબ્ધ ન હોવાથી જે તે તલાટીઓ પાસેથી વિગત મંગાવી હતી. પરંતુ આ માહિતી પણ સમયસર ઉપલબ્ધ થઇ શકી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 વર્ષની વસૂલાતમાં આ વખતે તાલુકા પંચાયતને સારી આવક થઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending