Home » Gujarat » Bhuj » Gandhidham » ટ્રેડ વોરની પરોક્ષ અસરો પોર્ટ શહેરો પર પડવાની સંભાવના

ટ્રેડ વોરની પરોક્ષ અસરો પોર્ટ શહેરો પર પડવાની સંભાવના

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:55 AM

Gandhidham News - ફેરબદલો બાદ માંડ શાંત થતા માર્કેટ પર ફરી ઓછાયો જુન જુલાઈથી માર્કેટ ફરી ગ્રીપ પકડવાનો અંદેશો હતો

  • ટ્રેડ વોરની પરોક્ષ અસરો પોર્ટ શહેરો પર પડવાની સંભાવના
    પોર્ટ સીટી કહેવાતા બંદરની નજીક વિકસેલા શહેરો પર આંતરાષ્ટ્રીય ઔધોગિક ગતીવીધીની પ્રત્યક્ષ કે પ્રરોક્ષ અસરો સીધી વર્તાતી હોવાનો આર્થીક નિષ્ણાંતોનું કહેવુ છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં બે મોટા દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની ચર્ચા છે ત્યારે તેની અસરો કેટલી અને ક્યા પ્રકારની થઈ શકે તે અંગે સ્થાનીક આગેવાનોનું કહેવુ છે કે જુન જુલાઈ સુધી વેઈટ એન્ડ વોચની સ્થીતી છે.

    ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ અને ઔધોગિક તેમજ આર્થીક નીતીઓના નિષ્ણાંત દિનેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે ટ્રેડ વોરના કારણે નિશ્ચીત વસ્તુઓનું એક્સપોર્ટ ઓછુ થવાની સંભાવના છે. પરંતુ તે અસરો કેવી અને ક્યાં પ્રકારની રહેશે તે માટે જુન જુલાઈ સુધીના સમયગાળાની રાહ જોવાની રહેશે. તો છેલ્લા એકાદ બે વર્ષથી જીએસટી, ઈ વે, ડીઝીટલાઈઝેશન ગેટ, જીએસટી, રીંફંડ ઈશ્યુ, ઈ સીલીંગ જેવી વિવિધ પોર્ટ સબંધીત પરીવર્તનોના કારણે માર્કેટની સ્થીતી હાલક ડોલક હતી, જે તમામ બાબતો લાઈન અપ થતા આ મહિનાથી સંકુલની ઠંડી પડેલી આર્થીક ગતીવીધીઓમાં ગરમી આવે તેવી સંભાવના સર્જાઈ હતી. પરંતુ તે વચ્ચે આંતરાષ્ટ્રીય સ્તરે નવા પ્રકારના સમીકરણો સર્જાતા ફરી પાછી માર્કેટને ગ્રીપ પકડવામાં સમય લાગી જશે તેમ જાણકાર વર્તુળોનું માનવું છે. તો બીજી તરફ ટીમ્બર સબંધીત ઉધોગોમાં મોટા પ્રમાણમાં રેવન્યુ ચોરી કરાતી હોવાથી પોલીસીમાં ધરખમ ફેરબદલ કરવામાં આવશે, ટીમ્બર ઉધોગ પર તેની કેવી અસરો સર્જાય છે તે જોવું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ