• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • 12-બીમાં આવેલ હોમગાર્ડની ઓફિસ હટાવવા નોટિસ ફટકારી

12-બીમાં આવેલ હોમગાર્ડની ઓફિસ હટાવવા નોટિસ ફટકારી

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
12-બીમાં આવેલ હોમગાર્ડની ઓફિસ હટાવવા નોટિસ ફટકારી
વોર્ડ 12-બીની સામે આદર્શ મહાવિદ્યાલયની બાઉન્ડ્રી વોલ પાસે હોમગાર્ડની બે શટરવાળી ઓફિસ આવેલી છે. ખખડધજ હાલતમાં રહેલી આ કચેરી છ માસઠી બંધ છે. રોડવીથમાં અન્ય કેબીન લારી ગલ્લા વાળાએ દબાણ કર્યું હોવાથી ત્રણ દિવસમાં હોમગાર્ડની કચેરી દૂર કરવામાં ન આવે તો પાલિકા દ્વારા પગલા ભરવામાં આવશે તેવી નોટિસ આજે મોકલી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ મુદ્દે જરૂર પડ્યે દબાણ શાખા દ્વારા જેસીબી સાથે ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી.

શહેરમાં થઇ રહેલા દબાણના મુદ્દે પાલિકાની દબાણ શાખા નબળી પુરવાર થઇ રહી છે. દિનપ્રતિદિન જુદા જુદા સ્થળે દબાણકારો દ્વારા રાજકીય ઓથ કે પાલિકાના જ કેટલાક અધિકારીઓના પીઠબળના સહારે દબાણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પાલિકાના ખુલ્લા પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના જ હોદ્દેદારો અને પાલિકાના સત્તાપક્ષના સભ્યોની સીધી કે આડકતરી રીતે દોરીસંચાર હોવાની વાત બહાર આવી રહી છે. આવા સંજોગો વચ્ચે પાલિકાના દબાણ શાખા દ્વારા તાજેતરમાં વોર્ડ 12-બીમાં આવેલ હોમગાર્ડની કચેરી કે જે છ મહિનાથી બંધ અને ભંગાર હાલતમાં છે. બે શટરવાળી આ જગ્યા ની આસપાસ કેબીન, લારી-ગલ્લાવાળાઓએ દબાણ કર્યું છે. આ વિસ્તારમાં ફુટપાથ બનાવવા માટે પેવર બ્લોક લગાડવાના હોવાથી આ કામ સંદર્ભે દબાણ દૂર કરવા પગલા ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સંદર્ભે આજે હોમગાર્ડની ઓફિસ પર જઇને પાલિકાએ નોટિસ લગાવી છે.

આખરી મહેતલ

X
12-બીમાં આવેલ હોમગાર્ડની ઓફિસ હટાવવા નોટિસ ફટકારી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી