ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» બેન્ક લોન માટે રૂચિ સોયા ઈન્ડ.નું રૂ.3291 કરોડનું બિલિંગ સેલ કૌભાંડ

  બેન્ક લોન માટે રૂચિ સોયા ઈન્ડ.નું રૂ.3291 કરોડનું બિલિંગ સેલ કૌભાંડ

  DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 02:55 AM IST

  ખોટુ ટર્નઓવર બતાવી કંપનીએ બેન્કમાંથી લોન લીધી છે,કંપની વિરુધ્ધ બેન્કે પિટિશન દાખલ કરી કંપનીએ કોમોડિટી...
  • બેન્ક લોન માટે રૂચિ સોયા ઈન્ડ.નું રૂ.3291 કરોડનું બિલિંગ સેલ કૌભાંડ
   બેન્ક લોન માટે રૂચિ સોયા ઈન્ડ.નું રૂ.3291 કરોડનું બિલિંગ સેલ કૌભાંડ
   મધ્યપ્રદેશમાં હેડ ઓફિસ સહિત દેશભરના અનેક શહેરોમાં અને ગાંધીધામમાં મેન્યુફેક્ચરિંગ, સેલિંગ અને જોબવર્કનું યુનિટ ધરાવતી રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝે બેન્કમાંથી ખોટી રીતે લોન મેળવવા માટે રૂપિયા 3291 કરોડનું બિલિંગ સેલનું કૌભાંડ કર્યું છે.કંપનીએ બિલિંગવાળા ખોટા ટર્નઓવરના અાધારે બેન્કમાંથી ઓછામાં ઓછી 10 કરોડની લોન લીધી હોવાનું ધ્યાને આવ્યું છે. ખોટી રીતે લોન મેળવનાર કંપની વિરુધ્ધ બેન્કે પિટિશન દાખલ કરી છે. રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જ કોમોડિટીમાંથી તેમજ અન્ય વેપારી પાસેથી પ્રોડક્ટની ખરીદી કરીને આ માલ પોતાની જ ગ્રૂપની કંપનીને વેચી બિલિંગ સેલનું કૌભાંડ કર્યું છે. સ્ટેટ જીએસટીની ટીમની માત્ર 15 દિવસની તપાસમાં આ વિગતો બહાર આવી છે. ગત જાન્યુઅારી માસમાં ગાંધીધામમાં મિઠીરોહર ખાતેના યુનિટ પર ચોક્કસ બાતમીના આધારે જીએસટીની ટીમે દરોડા દરમિયાન પણ કરોડો રૂપિયાની ટેક્સચોરી ઝડપી લીધી છે. સ્ટેટ જીએસટીની ટીમે રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝની ચાર

   શું ફેર છે બિલિંગ સેલ અને નોર્મલ સેલ

   બિલિંગ સેલ...

   બિલિંગ સેલમાં માલની મૂવમેન્ટ ન થાય અને માત્ર બિલ જ બનતા હોય છે.ખરીદનાર અને વેચનાર એક જ હોય છે. આવા કિસ્સામાં કંપની માલ છે તે ગોડાઉનમાં અથવા તો કંપનીમાં જ રાખતી હોય છેે.

   સિસ્ટર કન્સર્ન કંપનીના વેટ નંબર રદ કરી નાખવાના આદેશ કર્યા છે. જેની સામે કંપનીએ હાઈકોર્ટમાં

   ...અનુસંધાન પાના નં.13

   પિટિશન દાખલ કરતા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.

   બોકસ...

   આ કંપનીઓ કૌભાંડ સાથે સંકળાયેલી છે   રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રૂચિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, રૂચિ વર્લ્ડ વાઈડલિમિટેડ,તરૂલતા ટ્રેડલિંક પ્રાઈવેટ લિમિટેડ સંખ ઈન્પેક્સ પ્રાઈવેેટ લિમિટેડ પ્લાસીડ ટ્રેડલિંક પ્રાઈવેટ લિમિટેડ, એડેપ્ટ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ   3 વર્ષમાં ગ્રૂપની કંપની સાથે 8321 કરોડના ઈન્ટર્નલ ટ્રાન્ઝેક્શન થયા   તરૂલતા ટ્રેડલિંક પ્રા.લિ.2496

   સંખ ઈન્સ્પેક્શન પ્રા.લિ.-2763

   પ્લાસીડ ટ્રેડલિંક પ્રા.લિ.-1336

   એડેપ્ટ ટ્રેડિંગ પ્રા.લિ.1926   રૂચિ ગ્રૂપની કંપનીના ટ્રાન્ઝેકશન પણ કરોડોમાં   રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ...   વર્ષ બિલિંગ સેલ   2013-14 691   2014-15 2101   2015-16 455   2016-17 42   કુલ..............3291 કરોડ   રૂચિ વર્લ્ડ વાઈડ લિમિટેડ   વર્ષ બિલિંગ સેલ   2013-14 257   2014-15 220   2015-16 855   2016-17 63   કુલ.......... 1395 કરોડ   બોકસ...   રૂચિ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ   વર્ષ... બિલિંગ સેલ   2013-14 321   2014-15 308   2015-16 1457   2016-17 201   કુલ........ 2287 કરોડ   બોકસ......   નોર્મલ સેલ... નોમર્લ સેલમાં માલની મૂવમેન્ટ થાય છે અને તે માલ ખરીદનાર સુધી પહોંચે છે અને તેની સાથે બિલ પણ આવતા હોય છે. આ પ્રકારની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરનારા સેલ કાયદેસર કહી શકાય.

   કંપની બોમ્બે સ્ટોક અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે

   રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ છે. વધુમાં કંપનીના જે નાણાકીય ડેટા હોય તે સેપ નામના સ્પેશિયલ સોફ્ટવેરમાં સચવાયેલા હતા.જેમાં જે વ્યક્તિને જેટલી સત્તા હોય એટલી જ કામગીરી કરી શકે. આ કંપની પામક્રૂડ,સોયાક્રૂડ,સનફલાવર ક્રૂડ રિફાઈન કરે છે અને વનસ્પતિ ઘી પણ બનાવે છે.આ ઉપરાંત તે જોબવર્ક,સેલિંગ અને મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બેન્ક લોન માટે રૂચિ સોયા ઈન્ડ.નું રૂ.3291 કરોડનું બિલિંગ સેલ કૌભાંડ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `