18 ખેલીઓ રૂ.33,000 સાથે ઝબ્બે

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
18 ખેલીઓ રૂ.33,000 સાથે ઝબ્બે
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અને બી-ડિવિઝન પોલીસે ગાંધીધામના બે અલગ-અલગ વિસ્તારમાંથી દરોડો પાડી રૂ.33,000ની રોકડ સાથે 18 ખેલીઓને પકડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,એ-ડિવિઝન પોલીસે રાત્રે દોઢ વાગ્યે બાતમીના આધારે નવી સુંદરપુરીમાં આવેલી અમન શેરી ખાતે ખુલ્લામાં ગંજીફા વડે જુગાર રમી રહેલા સુંદરપુરી વિસ્તારના જ સાત ખેલીઓને રૂ.22,800ની રોકડ સાથે પકડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

તો બીજી તરફ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે રાત્રે એક વાગ્યે કાર્ગો વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા કાર્ગો ઝુંપડપટ્ટીના જ રહેવાસી 11 ખેલીઓને રૂ.10,260ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા.

કાર્ગો વિસ્તારમાંથી પકડાયેલા ખેલીઓ

(1). બીપીનસિંઘ અર્જુનસિંઘ રાજપુત

(2). બધેલ સીતારામ પાસવાન

(3). વસીમ અહેમદ

(4).ઉદય ગગન યાદવ

(5). અજય દિનેશ ચૌધરી

(6). રાજેશ રાજેન્દ્ર પાસવાન

(7). સતિષકુમાર અમરસિંહ પટેલ

(8). ઓમર સુરેશકુમાર મહંતો

(9). સુતી પરશુરામ પાસવાન

(10). બ્રિજેન્દ્ર કૈલાશ કેવલ

(11). જીતેન્દ્ર મંગલ પાસવાન

નવી સુંદરપુરી વિસ્તારમાંથી પોલીસની ઝપટે ચડેલા આરોપીઓ

(1).દિનેશ ઘેલા ભરવાડ,

(2).જયેશગર ચમનગર ગોસ્વામી,

(3).બલવંત ચુનીલાલ ચૌહાણ

(4).ભમરા રૂપા ઠાકોર

(5).મોહન વેલા ભરવાડ

(6).રફીક ખમીશા ખલીફા

(7).ધનજી થાવર પાતાળીયા

X
18 ખેલીઓ રૂ.33,000 સાથે ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી