ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» દેશીદારૂના અડ્ડાઓ પર જનતારેઇડ પડી, ત્રણ આરોપી પોલીસને સોંપ્યા

    દેશીદારૂના અડ્ડાઓ પર જનતારેઇડ પડી, ત્રણ આરોપી પોલીસને સોંપ્યા

    DivyaBhaskar News Network | Last Modified - Apr 06, 2018, 02:55 AM IST

    40 ગાયોના મોત બાદ ભીમાસર ગ્રામજનો આકરાપાણીએ જનતા જાગી એટલે પોલીસે પરાણે દારૂબંધીને ગૂનો નોંધવો પડ્યો
    • દેશીદારૂના અડ્ડાઓ પર જનતારેઇડ પડી, ત્રણ આરોપી પોલીસને સોંપ્યા
      દેશીદારૂના અડ્ડાઓ પર જનતારેઇડ પડી, ત્રણ આરોપી પોલીસને સોંપ્યા
      અંજાર તાલુકાના ભીમાસર ગામના તળાવમાં દેશી દારૂનો આથો ખાઇ જવાથી 40 ગાયોના થયેલા મોત બાદ ભીમાસરના ગ્રામજનોએ જનતારેઇડ પાડી અારોપીઓને અંજાર પોલીસમાં સોંપાઇ રહ્યા છે.

      ભીમાસર ગામના આગેવાનો જગદીશ ધમા ડાંગર અને સામજી કરશન ડાંગરને ગામમાં દારૂના ધંધાર્થીઓ અડ્ડાપર આવ્યા છે એવી જાણકારી આપતાં ગામલોકોએ અડ્ડા પર જનતારેઇડ પાડી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે પકડી અંજાર પોલીસને સોંપ્યા હતા.

      અંજાર પોલીસને જાણ થતાં જ પીઆઇ બી.આર.પરમારે પોલીસ સ્ટાફ ભીમાસર મુક્યો હતો અને ગામલોકોએ પકડેલા આરોપીઓને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો,આ બાબતે અંજાર પોલીસના એએસઆઇ અશોકસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવયુ઼ હતું કે,ભીમાસરની સીમમાં દેશી દારૂના અડ્ડામાંથી બાઇક સહીત રૂ.10,320નો મુદ્દામાલ જપ્ત કરી અરજણ રામજી કોલીને પકડી લેવામાં આવ્યો છે તો તેની સાથેનો ગની ઇલિયાસ હિંગોરા નાસી છટ્યો છે ,તો ભીમાસરની સીમમાં આવેલી કંપની નજીકથી વરસાણાના મહેન્દ્રસીંહ લાખુભા જાડેજા અને ગેબરસિંહ જાડેજાને 32 લીટર દેશી દારૂ સાથે પકડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ સુખદેવસિંહ જાડેજાને સોંપી છે. આ જનતારેઇડ કરનાર ભીમાસર ગામના આગેવાનો જગદીશ ધમા ડાંગર,સામજી કરશન ડાંગર,રમેશ માદેવા,બાબુ નારાણ,કાન્તીભાઇ સુથાર,સંજય હુંબલ અને રવિ વીરડાએ એક સૂરમાં જણાવ્યું હતું કે,ગામલોકોની લાગણી ગાયોના મોતથી દુભાઇ છે માટે હવે આ ગામમાં દારૂની બદી નહીં ચલાવાય અને પોલીસ પણ મુખ્ય સૂત્રધારને તાત્કાલીક પકડી કડક સજા કરે તેવી માંગ કરી છે.

      વિડીયોમાં પકડાયલો આરોપી આતુમારાજ નામ બોલે છે એ કોણ?

      ભીમાસર ગ્રામજનોએ જનતારેડમાં પકડેલા આરોપીઓનો વિડીયો ઉતાર્યો છે અને પુછપરછ કરી છે જેમાં પકડાયેલો આરોપી બે થી ત્રણ વાર આતુમારાજનું નામ બોલે છે આ આતુમારાજ કોણ છે એ તપાસનો વિષય છે ગામલોકોની માંગ છે કે આ દેશી દારૂના મુખ્ય આરોપીની ધરપકડ પોલીસ દ્વારા તાત્કાલીક કરાય.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દેશીદારૂના અડ્ડાઓ પર જનતારેઇડ પડી, ત્રણ આરોપી પોલીસને સોંપ્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `