Home » Gujarat » Bhuj » Gandhidham » દીકરીને મુકવા આવેલા વેવાઇને માર મરાયો

દીકરીને મુકવા આવેલા વેવાઇને માર મરાયો

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 02:55 AM

તમારી દીકરીને અહી કેમ લાવ્યા કહી ઝઘડો કર્યો

  • દીકરીને મુકવા આવેલા વેવાઇને માર મરાયો
    રાપર પોલીસમાં દિકરીને મુકવા આવેલા વેવાઇને જમાઇ તથા તેના પિતાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

    આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,ભચાઉના હિંમતનગરમાં રહેતા અરવિંદપુરી નેણપુરી ગુંસાઇ પોતાની દિકરીને સાસરિયે મુકવા ગયા ત્યારે જમાઇ મયુરગર હીરાગર ગુંસાઇ અને વેવાઇ હીરાગર રણછોડ ગુંસાઇએ તમારી દિકરીને અહીં કેમ લાવ્યા તેવું કહેતાં દિકરીના પિતાએ હવે ઝઘડો નહીં કરે તેને સમજાવી દીધી છે તેવું કહેતાં વેવાઇએ લોખંડની સાણસી વડે તથા જમાઇએ ગળદાપાટ્ટુથી બાપ દિકરીને માર માર્યો હતો .રાપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending