ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» 9/એમાં 30 વર્ષથી રસ્તો બન્યો નથી

    9/એમાં 30 વર્ષથી રસ્તો બન્યો નથી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 23, 2018, 02:55 AM IST

    ગાંધીધામ નગરપાલિકામાં હાલ ચાલતા ખટપટના રાજકારણમાં અનેકવિધ ફણગાઓ ફુટી રહ્યા છે. માહિતી અધિકાર હેઠળ અરજદાર...
    • 9/એમાં 30 વર્ષથી રસ્તો બન્યો નથી
      9/એમાં 30 વર્ષથી રસ્તો બન્યો નથી
      ગાંધીધામ નગરપાલિકામાં હાલ ચાલતા ખટપટના રાજકારણમાં અનેકવિધ ફણગાઓ ફુટી રહ્યા છે. માહિતી અધિકાર હેઠળ અરજદાર દ્વારા 9/એમાં રસ્તો ક્યારે બનશે તે અંગે માહિતી માગવામાં આવી હતી. પાલિકાએ આ અરજદારને 30 વર્ષથી રોડ બનાવવામાં જ આવ્યો નથી તેવું લેખીતમાં આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સુંદરપુરી સહિતના કેટલાક વિસ્તારોમાં રોડ બન્યા ન હોવા છતાં પાલિકાના ચોપડે રોડ બની ગયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

      નિલેશ ઠક્કર નામના નાગરીક દ્વારા માગવામાં આવેલી માહિતીમાં જ્યારથી એસઆરસીએ નગરપાલિકાને રોડ સોંપ્યો છે ત્યારથી આજ સુધી 9/બી-એ ભારતનગરમાં એકેય વખત રોડ બનાવવામાં આવ્યો નથી. જ્યારે ગુરૂકુળ વિસ્તારમાં 2010 અને 2017 બે વખત 10-એએમાં રોડ બનાવ્યો છે તેમ જણાવાયું છે. માહિતી અધિકારમાં માંગેલીઅન્ય માહિતી પણ ન અપાતા ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપલ ઓફિસરને અપીલ પણ કરવામાં આવી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 9/એમાં 30 વર્ષથી રસ્તો બન્યો નથી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top