8 સેન્ટર પર પરીક્ષા, ગાંધીધામ બાકાત

DivyaBhaskar News Network

Mar 23, 2018, 02:55 AM IST
8 સેન્ટર પર પરીક્ષા, ગાંધીધામ બાકાત

દીન દયાલ પોર્ટ દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્ક, જુનિયર એન્જીનીયર (સીવીલ)ની નવ જગ્યા ભરવા માટે જાહેરાત આપીને તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ભરતીની પ્રક્રિયામાં રાજ્યના જુદા જુદા આઠ સેન્ટરો પર ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીધામની બાદબાકી કરાતા વિવાદ થયો છે.

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ દીન દયાલ પોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અવારનવાર પ્રયત્ન કરવામાં આવતા હોય છે. થોડા સમય પહેલા જ ટોચના અધિકારીઓની જગ્યા માંડ માંડ ભરાઇ હતી. જેને કારણે એક અધિકારીએ રાજીનામું આપ્યા પછી પણ રહેવું પડ્યું હતું. ચીફ ઇજનેર પાટીલે ચાર્જ સંભાળતા જુના અધિકારીને મુક્તિ મળી હતી. અન્ય એક ઉચ્ચ અધિકારીની જગ્યા માટે પણ અંદરખાને અધિકારીઓમાં હરીફાઇ ચાલી રહી છે. કેટલાક અધિકારીઓ સામે જુદા જુદા આક્ષેપો પણ થઇ રહ્યા છે. મલાઇદાર જગ્યાઓ અને વિભાગ મેળવવા માટે આંતરીક ખટપટના ખેલ પણ અધિકારીથી માંડી કેટલાક કર્મચારીઓ કરી રહ્યા છે. દરમિયાન પોર્ટ પ્રશાસન દ્વારા વર્ગ-3માં જુનિયર ક્લાર્કની પાંચ અને જુનિયર ઇજનેર (સીવીલ)ની ચાર જગ્યા ભરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. 31 માર્ચ સુધી આ રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થયા પછી ઓનલાઇન પરીક્ષાની તજવીજ હાથ ધરવામાં આવશે. જેમાં જુનીયર ક્લાર્ક અને જુનીયર ઇજનેર બન્નેમાં 100 માર્કનું પેપર નક્કી કરવામાં આવ્યું છે. 90 મીનીટમાં આ પેપરની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઓનલાઇન પરીક્ષાની કામગીરી માટે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા સેન્ટરો નક્કી કરાયા છે, જેમાં ગાંધીધામનો છેદ ઉડાડાયો છે.

અગાઉ ગાંધીધામમાં પરીક્ષા લેવાઇ છે

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પોર્ટ પ્રશાસન દ્વારા વખતો વખત ભરતીની પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં પરીક્ષાની સઘળી કામગીરી ગાંધીધામમાં જ જુદા જુદા પરીક્ષા સેન્ટરો પર કરવામાં આવે છે. થોડા સમય પહેલા પણ આવી રીતે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં દુર દુરથી અરજદારોએ આવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું.

પારદર્શક વહીવટનો પરપોટો ફુટ્યો

પોર્ટ પ્રશાસન દ્વારા લેવામાં આવતી આ જુદા જુદા કર્મચારીની ભરતીની પ્રક્રિયામાં જોવામાં આવે તો સંબંધિત એજન્સીને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવતી હોય છે. પરીણામ તૈયાર થયા પછી પણ તેની વેબસાઇટ પર જાહેરાત કરવાનું ટાળવામાં આવતું હતું. છેલ્લે લેવામાં આવેલી પરીક્ષામાં 15 દિવસ સુધી પરીણામ દાબી રાખવામાં આવતા વિવાદ થયો હતો અને આ બાબતે ફરિયાદ ઉઠ્યા પછી સંબંધિત મુદ્દે વેબ પર પરીણામ મુકવાની ફરજ પડી હતી. આવા અગાઉ પણ કિસ્સા બની ચૂક્યા છે. હાલ મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને ઇન્ચાર્જ ચેરમેન બનાવવામાં આવ્યા છે, તેઓએ પોર્ટનો વહીવટ પારદર્શક રીતે ચાલે તેવો સંદેશો આપ્યો છે. હવે આ પરીક્ષા તથા પોર્ટના અન્ય વહીવટમાં તેની કસોટી થશે.

X
8 સેન્ટર પર પરીક્ષા, ગાંધીધામ બાકાત
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી