ગાંધીધામમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં 17 વર્ષેની સગીરાને લગ્નની લાલચ આપી યુવક દ્વારા અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે...

DivyaBhaskar News Network | Updated - Mar 23, 2018, 02:55 AM
ગાંધીધામમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં 17 વર્ષેની સગીરાને લગ્નની લાલચ આપી યુવક દ્વારા અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે ચડી હતી. પડોસમાંજ યુવક રહેતો હોવાથી ઘટના પડોસી પ્રેમની છે કે કેમ તે તપાસ બાદજ બહાર આવશે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભારતનગર વિસ્તારમાં રહેતા પરીવારની 17 વર્ષીય પુત્રીને નજીકમાંજ રહેતા આરોપી હિતેશ રાજેશ વર્મા ગત તા.18/03 ના સાંજના અરસા લગ્નની લાલચ આપી, ફોસલાવીને ભગાડી ગયો હતો. સુત્રોનું માનીયે તો બંન્ને એકબીજાને 3 વર્ષેથી ઓળખતા હતા. આ અંગે તપાસને પોતાના હાથમાં રાખનાર પીઆઈ ભાવિનભાઈ સુથારનો સંપર્ક કરતા તેમણે તપાસ ચાલુ હોવાનું અને આરોપી હાથવેંતમાં હોવાનું જણાવ્યું હતું.

X
ગાંધીધામમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App