Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » રેકોર્ડથી શહેરને મળી વૈશ્વિક પ્રસિદ્ધી

રેકોર્ડથી શહેરને મળી વૈશ્વિક પ્રસિદ્ધી

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:55 AM

ચેટીચંડના ઉપલક્ષમાં સંકુલમાં આયોજીત બાઈક રેલીની નોંધ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં કરાઈ હતી. જે અંગે આયોજીત પત્રકાર...

  • રેકોર્ડથી શહેરને મળી વૈશ્વિક પ્રસિદ્ધી
    ચેટીચંડના ઉપલક્ષમાં સંકુલમાં આયોજીત બાઈક રેલીની નોંધ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં કરાઈ હતી. જે અંગે આયોજીત પત્રકાર પરીષદમાં આયોજકોએ માહિતી આપી હતી.

    વિશ્વ વિક્રમ સર્જનાર રેલીના આયોજન કર્તા મુકેશ લખવાણી અને મનોજ મુલચંદાણીએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે ગત વર્ષે થયેલી બાઈક રેલી બાદ તેને મોટા પ્રમાણમાં એકત્રીત યુવાનોનો ઉત્સાહ જોઇ નોંધપાત્ર પગલુ ભરવાનો સંકલ્પ કર્યો હતો. જેના પરીણામ સ્વરુપ આ વર્ષે ચેટીચંડના દિવસે વિશાળ બાઈક રેલીનું શીસ્ત સાથે આયોજન કરાયું હતું. કચરો ન થાય, શાલીનતા પુર્વક રેલી સંપન્ન થાય તે માટેનું ધ્યાન અપાયુ હતુ. યુએસ બેઝડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના અધીકારીએ રેલીમાં ઉપસ્થીત રહી ત્યાંજ રેકોર્ડ થયાની ઘોષણા કરી હતી, જે માટેનું સર્ટીફિકેટ અને મેડલ એનાયત કરાયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે વિશ્વ વિક્રમમાં સ્થાન મળવાથી માત્ર સમાજ નહિ શહેરને પણ આંતરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધી મળી છે. રેલીના વીડીયો વૈશ્વીક સ્તરે લોકો જોઇ રહ્યા છે અને સ્પેન સહિતના દેશોથી વિશેષ રુપે રેલીમાં સામેલ થવા લોકો આવ્યા હતા. પરીષદમાં પ્રેમ લાલવાણી, કુંદનકુમાર ગ્વાલાણી, રાજુ પીંજલાણી, ગુલ બેલાણી ઉપસ્થીત રહ્યા હતા.

    સર્ટી સાથે આયોજકો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending