ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» 9/બીમાં 50 લાખના રોડના કામમાં ઉહાપોહ

    9/બીમાં 50 લાખના રોડના કામમાં ઉહાપોહ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 22, 2018, 02:55 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા હાલ લાખો રૂપિયાના ખર્ચે રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે. અગાઉ હીરાલાલ પારખ સર્કલથી...
    • 9/બીમાં 50 લાખના રોડના કામમાં ઉહાપોહ
      9/બીમાં 50 લાખના રોડના કામમાં ઉહાપોહ
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા હાલ લાખો રૂપિયાના ખર્ચે રસ્તાના કામો કરવામાં આવી રહ્યા છે. અગાઉ હીરાલાલ પારખ સર્કલથી સંતોષી મા ચાર રસ્તા અને હીરાલાલ પારખ સર્કલથી સુંદરપુરીના અંદાજે અઢી કરોડના રસ્તાના કામમાં નબળાઇ બહાર આવી હતી. નબળું કામ કરવામાં આવતા ઉહાપોહ મચ્યો હતો. હાલ અંદાજે 50 લાખના ખર્ચે 9/બીમાં કરવામાં આવેલા કામમાં પણ નબળું કામ થયું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ બાબતે આજે પાલિકામાં ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવું એ રહ્યું કે, અધિકારી આ બાબતે અગાઉના કિસ્સાની જેમ છાવરવાની નીતિ રાખે છે પગલા ભરે છે.

      શહેરમાં રસ્તાના કામ કરવામાં આવી રહ્યા છે, તેમાં જે તે એજન્સી દ્વારા નબળું કામ કરવામાં આવી રહ્યાની વ્યાપક પણે ફરિયાદો ઉઠી રહી છે. પ્રભુદર્શન હોલ પાસેના રોડના કામમાં પણ નબળું કામ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યાની ફરિયાદ ભાજપના જ નગરસેવકોએ ઉઠાવી હતી. દરમિયાન હીરાલાલ પારખ સર્કલથી એરપોર્ટ રોડના કામમાં પણ ગરબડ ગોટાળાની ફરિયાદ ઉઠી હતી અને એજન્સીએ રોડના કેટલાક સ્થળે ખાડા પડી ગયા છે તેવું સ્વિકાર્યું હતું. પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહેલા આ કામોની ગુણવત્તાના મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે પરંતુ જવાબદારો સામે પગલા ભરવાને બદલે પાછળથી ભીનું સંકેલાઇ જાય તેવી ફરિયાદો ઉઠી રહી છે. 9/બીમાં પણ તાજેતરમાં બનાવવામાં આવેલા 50 લાખના ખર્ચના રોડના કામમાં મારૂતિ કન્ટ્રકશન દ્વારા નબળું કામ કરવામાં આવી રહ્યાની ફરિયાદ આજે ચિફ ઓફિસર નીતિન બોડાત વગેરે પદાધિકારીઓને કરવામાં આવી હોવાની વાત બહાર આવી રહી છે. હવે જોવું એ રહ્યું કે, પાલિકા દ્વારા આ એજન્સી દ્વારા માત્ર નોટિસ આપીને જ ખાનાપુરતી કરી લેવામાં આવે છે કે આગળ પગલા ભરાય છે.

      7 જેટલા કોન્ટ્રાક્ટરોને સાગમટે નોટિસ અપાઇ હતી

      પાલિકાના ચોપડે રસ્તાના કામોમાં ગુણ‌વત્તાના મુદ્દે થયેલી ફરિયાદોમાં જોવામાં આવે તો ગત બોડી વખતે પણ રસ્તાના કામના કેટલાક સ્થળે ઠેકાણા ન હતા. નબળું કામ થઇ રહ્યું હોવાની વાતનો રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો અને આ બાબતે જે તે સાત જેટલી એજન્સીઓ સામે નોટિસ પણ કાઢવામાં આવી હતી. પરંતુ પાલિકાની આ નોટિસને કેટલાક કોન્ટ્રાક્ટરોએ ગણકારી પણ ન હતી.

      થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન શું કરે છે?

      પાલિકાના ચાલી રહેલા કામોમાં થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેકશન કરાવવામાં આવી રહ્યું છે. આણંદની એજન્સીને અપાયેલી આ કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. હાલ કેટલાક સ્થળે થયેલા કામોમાં આ એજન્સીએ શું કામગીરી કરી તે એક પ્રશ્ન છે. ઇન્સ્પેકશન કરીને આપેલો રીપોર્ટ પછી જો પગલા ભરાયા ન હોય તો વાત જુદી છે પરંતુ કેટલાક સ્થળે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું કે પછી પાછળથી દબાણ આવતા કોઇ જ કાર્યવાહી કરવાનું ટાળ્યું તે સહિતના મુદ્દે હવે પાલિકામાં ચર્ચાનો ચકડોળ શરૂ થઇ ગયો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 9/બીમાં 50 લાખના રોડના કામમાં ઉહાપોહ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top