દૈનિક 32 MLD પાણીની ઘટ્ટ

ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારી અને પદાધિકારી દ્વારા જે તે સમયે કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Mar 22, 2018, 02:55 AM
દૈનિક 32 MLD પાણીની ઘટ્ટ
ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારી અને પદાધિકારી દ્વારા જે તે સમયે કરવામાં આવેલા પ્રયાસો પછી જોવામાં આવે તો એક યા બીજા કારણોસર આજે પણ દિનપ્રતિદિન વધી રહેલી વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખીને જોવામાં આવે તો 65 એમએલડીની સામે 33 એમએલડી પાણીનો જથ્થો આપવામાં આવે છે જે રોજના અંદાજે 32 એમએલડી ઘટ્ટ દર્શાવે છે. પાણીના અન્ય કોઇ સોર્સ ન હોવાને કારણે નર્મદાનું પાણી 23 એમએલડી લેવામાં આવે છે જ્યારે વીડી, નાગલપર, રતનાલ, સિનુગ્રા ટ્યુબવેલમાંથી 10 એમએલડી પાણી મેળવી ગાંધીધામમાં બે દિવસે અને આદિપુરમાં ત્રણ દિવસે પાણી આપવાનું શિડ્યુલ ચાલી રહ્યું છે. વોર્ડ વાઇસ મુકેલા કિમેનો દ્વારા ભજવવામાં આવતી ભૂમિકોન કારણે પાણીની કૃત્રિમ અછત પણ ઉભી થતી હોય છે. પાલિકાના ધ્યાને આ વાત છે તેની ઉપર અંકુશ આવે તે જરૂરી છે.

નર્મદા ડેમના પાણીની સપાટીમાં ચિંતાજનક રીતે ઘટાડો થતાં તેની સીધી અસર સંકુલમાં પડી રહી છે, તેમ કહી શકાય. 2011ની વસ્તી ગણતરી મુજબ 2.48 લાખની જનસંખ્યા છે અને પાલિકાના દાવા મુજબ હાલની વસ્તી 3.50 લાખએ પહોંચી છે. પાલિકા પાસે પાણીના અન્ય કોઇ સ્ત્રોત ન હોવાથી નર્મદાના પાણી પર આધાર રાખવો પડે છે. ગાંધીધામમાં પાણી આપવામાં આવે છે તેમાં લીકેજને કારણે જુદા જુદા સ્થળેથી પાણીનો મોટા પાયા પર બગાડ થઇ રહ્યો છે. પાણીનો બગાડ દૂર કરવા માટે કેટલીક વખત લીકેજ દૂર કરવામાં આવે છે. હાલ પાણીના લીકેજની મરંમત પાછળ પાંચ લાખથી વધુ રકમનો ખર્ચ થઇ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમમાં પણ પાણી ઘટી રહ્યું છે તે બાબત ચિંતાજનક છે. પાણી બચાવવા ચાલી રહેલા અભિયાનમાં સંકુલના લોકો પણ આહૂતિ આપે તે જરૂરી છે.

અશુદ્ધતા | મિનરલ વોટરના નામે ચાલતો લાખોનો વેપલો

વ્યક્તિદીઠ પાલિકા 17.14 રૂપિયાનો ખર્ચ કરી રહી છે

પાલિકાએ આપેલી માહિતી મુજબ જો જોવામાં આવે તો 3.50 લાખની વસ્તી છે, તેની સામે પાલિકા દ્વારા પાણીનું બીલ 45 લાખનું અને વીજળીનું બીલ 15 લાખનું દર મહિને ખર્ચ થાય છે. જેને કારણે એક વ્યક્તિદીઠ 17.14 રૂપિયાનો ખર્ચ પાણી પાછળ પાલિકા કરી રહી છે. જોકે, અન્ય વહીવટી અને મરંમત સહિતના ખર્ચનો અહીં સમાવેશ થતો નથી.

નગરપાલિકા માટે સોના કરતાં ઘડામણ મોંઘી થઇ રહ્યાનો ઘાટ

પાલિકાને વર્ષ વાર પાણીની થઇ રહેલી આવક જોવામાં આવે તો અંદાજે 3 કરોડ જેટલી થાય છે. જેની સામે ખર્ચ અંદાજે 7.20 કરોડ જેટલો થઇ રહ્યો છે. 50 ટકાથી વધુ ખર્ચ કરવામાં આવ્યા છતાં શહેરમાં પીવાના પાણીની મુશ્કેલીનો પ્રશ્ન હલ થઇ શક્યો નથી તે હકીકત છે.

રહેણાંક અને કોમર્શિયલમાં અલગ અલગ વેરા

પાલિકા દ્વારા વેરાની વસૂલાતની કામગીરીમાં નજર નાખવામાં આવે તો 1-4-15થી પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ કનેકશન પ્લોટની સાઇઝવાર લેવાતા હતા તેને બદલે પાણીની લાઇનના ઇંચ વાઇઝ રકમ નક્કી કરવામાં આવી છે. રહેણાંકમાં અડધા ઇંચમાં 900 રૂપિયા, પોણો ઇંચ 2400 રૂપિયા, એક ઇંચ 4800 રૂપિયા, કોમર્શિયલમાં અડધો ઇંચ 3600, પોણો ઇંચ 7200, એક ઇંચ 14040ની વર્ષ વાઇસ વેરાની વસૂલાત થાય છે. આદિપુરમાં 10444 અને ગાંધીધામમાં 17360 મળી કુલ 28104 નળ કનેકશન પાલિકાના ચોપડે નોંધાયેલા છે.

10 રૂપિયાની બોટલ લોકોને પોષાય છે વેરા નહીં

પાલિકા દ્વારા પાણીના વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં તોતિંગ રકમનો ખર્ચ થઇ રહ્યો છે. બીજી તરફ જોવામાં આવે તો સંકુલમાં મીનરલ વોટરના બાટલાનો વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. ઘરે ઘરે અને દુકાનોમાં પીવાના પાણીના કેરબા 20 લીટરના મીનરલ વોટરના નામે પધરાવવામાં આવી રહ્યા છે. હકીકતે આ પૈકી કેટલાક પ્લાન્ટ તો પાણી ક્યાંથી લાવે છે અને હકીકતે પીવા લાયક છે કે તે પણ એક પ્રશ્ન છે તેમ છતાં આ વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે. 20 રૂપિયા લોકોને એક દિવસના પોષાઇ રહ્યા છે પરંતુ પાલિકાનું વર્ષનું બીલ ભરવું કેટલાક લોકો કતરાઇ રહ્યા છે. જેની સામે પાલિકાએ લાલ આંખ કરવાની જરૂર છે.

પાણીનો બગાડ મોટા પાયા પર થાય છે

ગાંધીધામ- આદિપુરમાં પોશ વિસ્તારોમાં વાહનો, ઘર ધોવા પાછળ પાણીનો મોટા પાયા પર બગાડ થઇ રહ્યો છે. આ બગાડ અટકાવવા માટે પાલિકા દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. અગાઉ આવી રીતે પાણીનો બગાડ કરનારા સામે પગલા ભરવામાં આવતા હતા. જ્યારે હાલ આ પ્રવૃતિ પ્રત્યે પાલિકા કોઇ જ કાર્યવાહી કરતી હોય તેવું જણાતું નથી.

65

સંકુલની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની ચાલી રહી છે પ્રક્રિયા

ગાંધીધામના લોકોને ઉનાળામાં પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે નર્મદાનું પાણી મળી રહે તે માટે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિ ચેરમેન તારાચંદભાઇ ચંદનાની વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવ્યા પછી રાજ્ય સરકાર દ્વારા ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડેમ ભરાયા પછી પીવાના પાણીની સમસ્યાનો હલ આવશે તેવી ધારણા સેવાઇ રહી છે. ટપ્પરથી વરસામેડી પાસે બનાવેલા સમ્પમાં આધૂનિક મશીનરી પણ અંદાજે 50 લાખથી વધુના ખર્ચે વસાવવામાં આવી છે. પમ્પીંગ સ્ટેશનમાંથી પાણી મોકલીને ગાંધીધામની પ્રજાની તરસ છીપાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન પાલિકાએ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના તારાંકીત પ્રશ્નના જવાબમાં જણાવ્યા મુજબ દૈનિક પાણીની જરૂરીયાત 65 એમએલડી છે. આદિપુર શહેરને પાણીનો જથ્થો પુરો પાડવા બોર, ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે તેની સ્તર વધુ નીચે ઉતરી ગયા છે. જેના કારણે ક્યારેય પણ બોર, ટ્યુબવેલ બંધ થઇ શકે છે તેવી દહેશત વ્યક્ત કરીને તેની અવેજીમાં નવા બોર ટ્યુબવેલ બનાવવાની દરખાસ્ત મુકી છે તે મુજબ આદિપુર શહેરને પાણી માટે 10 નવા બોર બનાવવા મંજુરી આપવામાં આવી છે.

3.50

33

X
દૈનિક 32 MLD પાણીની ઘટ્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App