10 દિ’માં પ્રશ્ન ન ઉકેલાય તો હડતાલ

ગાંધીધામ નગરપાલિકાના સફાઇ કામદારોને કાયમી ધોરણે પાકા કરવા તથા પગાર વધારવા સહિતની જુદી જુદી માગણીના અનુસંધાને...

DivyaBhaskar News Network | Updated - Mar 22, 2018, 02:55 AM
10 દિ’માં પ્રશ્ન ન ઉકેલાય તો હડતાલ
ગાંધીધામ નગરપાલિકાના સફાઇ કામદારોને કાયમી ધોરણે પાકા કરવા તથા પગાર વધારવા સહિતની જુદી જુદી માગણીના અનુસંધાને આજે ઓસ્લો સર્કલથી ભીમસેનાના નેજા હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા કચેરીએ પહોંચેલી રેલી બાદ પ્રમુખને આવેદનપત્ર પાઠવી 10 દિવસ તમારા, 11મા દિવસે પ્રશ્ન ન ઉકેલાય તો હડતાલ પર ઉતરવાની ચિમકી આપી દીધી હતી. એક તબક્કે પદાધિકારી આવેદનપત્ર આપવામાં મોડું થતું હોવાનું જણાતા એક આગેવાને તો પાંચ મીનીટમાં આવેદનપત્ર ન લેવાય તો આત્મવિલોપનની પણ ચિમકી ઉચ્ચારી દીધી હતી.

ભીમસેનાના નેજા હેઠળ પાલિકા કચેરીએ પહોંચેલી રેલીમાં અગ્રણી પ્રવિણ નિંજારે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, દશ દિવસમાં પાલિકા માગણી ન સ્વિકારે તો 11 દિવસ પછી સફાઇની કામગીરી સમગ્ર સંકુલમાં ઠપ્પ કરી દેવામાં આવશે. આ આંદોલન કોઇ રાજકીય પ્રેરીત નથી. આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી ચળવળ શરૂ કરવામાં આવશે. ભાજપ દ્વારા જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની જાહેરાત પણ કરી હતી. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ આવેદનપત્ર સ્વિકારી ઘટતી કાર્યવાહીની ખાતરી આપી હતી. પાલિકા કચેરીમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ન્યાય માટે રેલી કાઢી હક્કની લડત ચલાવવાનું અભિયાન

કઇ કઇ માગણીઓ મુદ્દે રજૂઆત કરાઇ?

પાલિકાના મુખ્ય અધિકારી નીતિન બોડાત મારફત રાજ્ય સરકારના મુખ્ય સચિવને લાગણી પહોંચાડવાની હતી. પરંતુ ચીફ ઓફિસર બોર્ડની પરીક્ષાના કામમાં હોવાથી પદાધિકારીને અપાયેલા આવેદનપત્રની માગણી મુજબ તમામ કાચા કર્મચારીઓને પાકા કરવા, ઓછામાં ઓછો 30 હજારનો પગાર વધારો, નોકરીયાત પુરૂષ કે મહિલાના વારસદારોને નોકરીએ લેવા, સરકારી રજા, મેડીકલ એલાઉન્સ, મહિલાઓ તથા પુરૂષો માટે યુનિફોર્મ, બોનસ વગેરેનો સમાવેશ થાય છે.

X
10 દિ’માં પ્રશ્ન ન ઉકેલાય તો હડતાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App