Home » Gujarat » Bhuj » Gandhidham » ખોટી રસીદો બનાવી કંપનીને 6 લાખનો ચુનો ચોપડ્યો

ખોટી રસીદો બનાવી કંપનીને 6 લાખનો ચુનો ચોપડ્યો

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:55 AM

ગળપાદર પાસે આવેલા બીએમ ઓટૉના નેક્સા શોરુમમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા શખ્સે ખોટી રસીદો બનાવી ગ્રાહકો...

  • ખોટી રસીદો બનાવી કંપનીને 6 લાખનો ચુનો ચોપડ્યો
    ગળપાદર પાસે આવેલા બીએમ ઓટૉના નેક્સા શોરુમમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા શખ્સે ખોટી રસીદો બનાવી ગ્રાહકો પાસેથી 6 લાખ જેટલી રકમ ઉઘરાવી હતી. જ્યારે કંપનીને ખબર પડી ત્યારે તે ફરાર થઈ ગયો હતો.

    બીએમ ઓટૉ લીમીટૅડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા વિજેંદ્ર રાજેંદ્ર ચૌધરીએ ગાંધીધામના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે નેક્સા શોરુમમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા વિજય ધીરજલાલ ઠક્કર (રહે. વાસ્તુધામ સોસાયટી, મેઘપર બોરીચી, આદિપુર) એ તા.11/01 થી અત્યાર સુધીના ગાળામાં કંપનીના નામની ખોટી રસીદો છપાવી હતી અને તે આપીને ગ્રાહકો પાસેથી કંપની વતી રુપીયા ઉઘરાવતો હતો. આ પ્રકારે ઠગાઈ કરીને ત્રણ મહિના ગાળામાં તેણે 6,15,790 જેટલી રકમ ઉઘરાવી લીધી હતી અને કંપનીમાં જમા કરાવી નહતી. જે અંગે આખરે ખબર પડી જતા તે નાસી છુટ્યો હતો. જેના વિરુદ્ધ એ ડિવીઝન પોલીસ મથકે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી તેમ પીએસઓ ધર્મેંદ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending