Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » પુસ્તક પરબને દાતા દ્વારા 450 જેટલી બુક મળી

પુસ્તક પરબને દાતા દ્વારા 450 જેટલી બુક મળી

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

સાહિત્ય રસીકો માટે ચાલતા પુસ્તક પરબમાં સાહિત્ય પ્રેમીઓ દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. 40મા પુસ્તક પરબમાં...

  • પુસ્તક પરબને દાતા દ્વારા 450 જેટલી બુક મળી
    સાહિત્ય રસીકો માટે ચાલતા પુસ્તક પરબમાં સાહિત્ય પ્રેમીઓ દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. 40મા પુસ્તક પરબમાં વાચકોએ 700 પુસ્તકોના ફેરબદલા દ્વારા વાંચન મેળવ્યું હતું અને પુસ્તકોનું આદન-પ્રદાન કર્યું હતું. 241 પુસ્તકોનું વાંચન રસીકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 459 પુસ્તક દાતા રામકૃષ્ણ મિશન, વીણાબેન પરસોલે દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમૃતભાઇ મહેશ્વરી, ધર્મેશભાઇ ઠક્કરે પણ મુલાકાત લઇને શુભેચ્છા પાઠવી હતી. લેખીકા કુંજલ છાયા દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. લોકસહયોગ અને દાતાઓ મળતાં આયોજકો સતિષ મોતા, ઉર્મિલા મોતા, સુરેશ લાલવાણી વગેરેનો ઉત્સહ વધી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending