5 વર્ષનો ટેણીયો, 80 વર્ષના વૃદ્ધ દોડ્યાં

ગાંધીધામમાં મહિલા સશક્તિકરણના ઉપલક્ષ્યમાં 6 અને 12 કિલોમીટરની યોજાયેલી મેરેથોન દોડમાં પાંચ વર્ષના બાળકથી...

DivyaBhaskar News Network | Updated - Feb 26, 2018, 02:55 AM
5 વર્ષનો ટેણીયો, 80 વર્ષના વૃદ્ધ દોડ્યાં
ગાંધીધામમાં મહિલા સશક્તિકરણના ઉપલક્ષ્યમાં 6 અને 12 કિલોમીટરની યોજાયેલી મેરેથોન દોડમાં પાંચ વર્ષના બાળકથી માંડીને 80 વર્ષનો ડોસો પણ ઉત્સાહભેર દોડ્યો હતો અને મેરેથોન દોડમાં જોડાઇને આયોજકોના આયોજનને સફળ બનાવ્યું હતું. બપોરના સમયે યોજાયેલી આ દોડમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

ક્લબ હોલીડે દ્વારા રાજકોટ અને એસઆઇપીએલ સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલા આયોજનમાં ક્લબ હોલી ડેથી મેરેથોન દોડ શરૂ કરવામાં આવી હતી. ઇન્કમટેક્ષના કમીશનર લલીત જૈને સ્ટાર્ટ આપેલી રેલી મેઇન હાઈવે, સર્વિસ રોડ પર નિકળી હતી. જેને સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. અંદાજે 800 જેટલા દોડવીરોએ ભાગ લઇને કાર્યક્રમને દીપાવ્યો હતો. મેરેથોન દોડમાં રજીસ્ટ્રેશન બાદ ભાગ લીધા પછી સ્પર્ધકોએ આ કાર્યક્રમને વખાણીને આવા આયોજનો અવારનવાર થવા જોઇએ તેવો પણ ભાવ વ્યક્ત કરીને આયોજનને બિરદાવ્યું હતું.

મહિલા સશક્તિકરણના ઉપલક્ષ્યમાં 6 અને 12 કીમીની યોજાયેલી મેરેથોન દોડ, વિજેતા સ્પર્ધકો

X
5 વર્ષનો ટેણીયો, 80 વર્ષના વૃદ્ધ દોડ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App