• Gujarati News
  • National
  • સહાય | નિઃશુલ્ક જનરલ સર્જરી કેમ્પનો 106 દર્દીઓએ લાભ લીધો

સહાય | નિઃશુલ્ક જનરલ સર્જરી કેમ્પનો 106 દર્દીઓએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | ગાંધીધામમાં મારવાડી યુવા મંચ, મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા વાગડ સર્વોદય ટ્રસ્ટના સહયોગથી 10માં નિઃશુલ્ક જનરલ સર્જરી કેમ્પનો 106 દર્દીઓએ લાભ લીધો હતો. 12 દર્દીઓને ઓપરેશન કરી આપવાની તજવીજ હાથ ધરાઈ હતી. મહેશ્વરી મેઘવાળ સમાજની વાડી ખાતેના કેમ્પમાં વાગડ વેલ્ફેર હોસ્પીટલના ડો. કેતન પંડ્યાએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા મંચના જિતેંદ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, ઓમપ્રકાશ સરિયાલા, ટ્રસ્ટના પ્રમુખ નારાણ કોચરા, વેલજી મહેશ્વરી, સમાજના પુનમભાઈ ચુણા, હોસ્પીટલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...