Home » Gujarat » Bhuj » Gandhidham » પાલિકામાં અંધેર વહીવટથી ઢગલાબંધ ફરિયાદ

પાલિકામાં અંધેર વહીવટથી ઢગલાબંધ ફરિયાદ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલિકાના અંધેર વહીવટ અને અધિકારીની નબળી કામગીરીને કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે....

  • પાલિકામાં અંધેર વહીવટથી ઢગલાબંધ ફરિયાદ

    ગાંધીધામ નગરપાલિકાના અંધેર વહીવટ અને અધિકારીની નબળી કામગીરીને કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ભાજપને પણ ખોબલે ખોબલે મત આપ્યા પછી પદાધિકારીઓની લોકોનો પ્રશ્ન હલ કરવાની બાબતને નજર અંદાજ કરવાની કેટલીક કામગીરીને કારણે પાલિકામાં વહીવટ કથળી રહ્યો છે. 20 દિવસમાં જ 450થી વધુ ફરિયાદો, લાઇટ, પાણી ગટર વગેરેની આવી છે. જેમાં 156નો જ નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

    લોકોનો પ્રશ્ન હલ થાય અને સારી સુવિધા મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને જંગી રકમ આપવામાં આવે છે પરંતુ આ રકમમાંથી કરવામાં આવતા આયોજનોમાં એક યા બીજા કારણોસર ઉભા થતા વિવાદોને કારણે સમસ્યા ઉકેલાતી નથી અને લોકોને સુવિધાઓ પણ જે ઝડપી ગતિએ જોઇએ તે મળતી નથી તે હકીકત છે. પાલિકામાં ચીફ ઓફિસર નીતિન બોડાત અઠવાડીયામાં બેથી ત્રણ દિવસ બહારગામ રહે છે. જેટલા દિવસો ઓફિસમાં હોય ત્યારે પણ તેની સમક્ષ આવતી કેટલીક ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવતું નથી, તેવી રાવ ઉઠી રહી છે. પગદાધિકારીઓમાં પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા નિયમિત રીતે ઓફિસમાં હાજરી આપતા નથી. જ્યારે કારોબારી સમિતિ ચેરમેન તારાચંદભાઇ ચંદનાની હાજર રહે છે પરંતુ લોકોના પ્રશ્નોનો ઉકેલ કેટલો લાવવામાં આવે છે તે એક પ્રશ્ન છે. રૂબરૂ કે લેખિતમાં આપવામાં આવેલી ફરિયાદનું નિરાકરણ લાવવું જોઇએ તે માટે પાલિકાએ નિયમ મુજબ પદ્ધતિ પણ અપનાવી છે પરંતુ તેનું પાલન કેટલું થાય છે તે જોવા માટે પદાધિકારીઓને રસ ન હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે. વળી, સભ્ય તરીકે ચૂંટાયા પછી ધારાસભ્ય બન્યા બાદ માલતીબેન મહેશ્વરીએ પણ પાલિકાના વહીવટી પ્રશ્નો અંગે ધ્યાન આપવું જોઇએ તે આપતા ન હોઇ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જાણકાર વર્તુળોના દાવા મુજબ પાછલા મહિને 20 દિવસમાં રસ્તા, પાણી, લાઇટ, સફાઇની 476 ફરિયાદ નોંધાઇ છે, જેમાંથી 156નો જ નિકાલ લાવવામાં આવ્યો હતો. 320 ફરિયાદ યથાવત રહી હતી. જ્યારે વર્તમાન મહિને પણ 190 ફરિયાદો આવી છે તેમાંથી 50નો જ નિકાલ લવાયો હોવાની વાત બહાર આવી રહી છે. પાલિકા દ્વારા કરવામાં આવતી ફરિયાદના નિરાકરણ માટેની પદ્ધતિમાં યોગ્ય મોનેટરીંગનો અભાવ પણ ઉડીને આંખે વળગે છે. સફાઇ, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા વગેરે મુદ્દે નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું હોય તેમ જણાઇ રહ્યું છે.

    ઓનલાઇન ફરિયાદ નિવારણ

    નગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદનું નિરાકરણ ઝડપી અને સારી રીતે આવી જાય તે માટે પગલા ભરવામાં આવ્યા છે. સમસ્યાનો ઉકેલ લાવી શકાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. લોકોને રૂબરૂ ફરિયાદ કરવા આવવું ન પડે તે માટે ઓનલાઇન ફરિયાદની સુવિધા પણ કરવામાં આવી છે. પરંતુ કેટલીક વખત ઓનલાઇન ફરિયાદ કરવામાં આવ્યા પછી પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. તાજેતરમાં એક નાગરીકે અગાઉ ડ્રેનેજનું ચેમ્બર બનાવવા માટે પાંચ પાંચ વખત ઓનલાઇન ફરિયાદ કરી હતી. આમ છતાં તેની સમસ્યાનું નિરાકરણ ન આવતાં રૂબરૂ આવીને રજૂઆત કરવી પડી હતી. પાલિકાએ આ બાબતે યોગ્ય કડકાઇ કરવાની પણ જરૂર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ