Home » Gujarat » Bhuj » Gandhidham » અંજારમાં પરમાર્થી સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાયો

અંજારમાં પરમાર્થી સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાયો

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

આંબાપર | અંજારના સચ્ચિદાનંદ મંદિરમાં સંત વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટના ઉપક્રમે 19મો રક્તદાન શિબિર યોજાયો...

  • અંજારમાં પરમાર્થી સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાયો
    આંબાપર | અંજારના સચ્ચિદાનંદ મંદિરમાં સંત વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટના ઉપક્રમે 19મો રક્તદાન શિબિર યોજાયો હતો. મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું હતું તો ડો. હિતેશ ઠક્કર અને તેમના પત્ની યામિનીબેન ઠક્કરે રક્તદાન કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં 70 બોટલ લોહી એકઠું કરાયું હતું. એકઠાં થયેલાં લોહીને ગાંધીધામની રાજાભાઇ પટેલ બ્લડ બેન્કને સુપરત કરાયું હતું. આ વેળાએ નંદલાલ વરચંદ, રમેશ ગોયલ, મુકેશ દરજી, રાજેશ પટેલ, ભગુભાઇ વીરૂ, નારાણ જગાણી, નારાણ કેરાસીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ