આંબેડકર નગર સહિતના સ્થળે સુવિધા આપો

ગાંધીધામ શહેરના વોર્ડ નં 6માં આવેલા કાર્ગો, આબેંડકર નગર, બાપા સીતારામ નગર, રામદેવ નગર, એકતા નગર સહિતના વિસ્તારમાં...

DivyaBhaskar News Network | Updated - Mar 27, 2018, 02:55 AM
આંબેડકર નગર સહિતના સ્થળે સુવિધા આપો
ગાંધીધામ શહેરના વોર્ડ નં 6માં આવેલા કાર્ગો, આબેંડકર નગર, બાપા સીતારામ નગર, રામદેવ નગર, એકતા નગર સહિતના વિસ્તારમાં પ્રાથમીક સુવિધાના મુદે નગરસેવીકા દ્વારા રજુઆત કરાઈ છે.

સતાપક્ષ ભાજપની નગરસેવીકા સુમન શ્રીવાસ્તવે ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત વિસ્તારો પૈકી આબેંડકર નગરમાં સીસી રોડની સુવિધા નથી. 7 સ્થળ પર સીસી રોડ બનાવવા અન્ય વિસ્તારોમાં લાઈટ નખાઈ ન હોવાથી રાતના સમયે લુંટના બનાવો વધી રહ્યા છે, જેથી એલઈડીની સુવિધા ઉભી કરવી જરુરી છે. આ ઉપરાંત ગટર લાઈનની પણ ચાર જગ્યાએ સુવિધા ઉભી કરવા માટે માંગણી કરી હતી.

X
આંબેડકર નગર સહિતના સ્થળે સુવિધા આપો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App