Home » Gujarat » Bhuj » Gandhidham » દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની મીટીંગમાં કોર્ટમાં ચાલુ મુદા મુકાયા

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની મીટીંગમાં કોર્ટમાં ચાલુ મુદા મુકાયા

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટીંગ આગામી તા. 28 મીના રોજ બોલાવવામાં આવી છે. એસઆરસી હસ્તકના પ્લોટને લીઝ હોલ્ડથી ફ્રી...

  • દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની મીટીંગમાં કોર્ટમાં ચાલુ મુદા મુકાયા
    કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટીંગ આગામી તા. 28 મીના રોજ બોલાવવામાં આવી છે. એસઆરસી હસ્તકના પ્લોટને લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડ કરવા સહીત જેની લીઝ પુર્ણ થઇ છે તેવા પ્લોટ અને અન્ય વિવાદાસ્પદ કે જેમાં કોર્ટમાં કેસ ચાલતા હોય તેવા મુદાઓને પણ આવરી લઇને હરાજી કરવાના મુકાયેલી દરખાસ્તએ કર્મચારી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. લીટીગેશન હોવા છતાં આ મુદા કેમ લેવાયા તેની પાછળ કોનું ભેજુ કામ કરી રહ્યું છે તે સહીતના મુદે હાલ કર્મચારીઓમાં અટકળબાજી પણ ચાલી રહી છે.

    પોર્ટના વર્તુળોના જણાવ્યા મુજબ 28મી તારીખના બોલાવવામાં આવેલી આ વર્ષની અંતીમ બેઠકમાં અત્યાર સુધી જે એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે તેમાં વિવાદ ઉભા કરાય તેવી શક્યતાવાળી પણ દરખાસ્તો મુકવામાં આવી છે. કેટલાક એકમો હજુ ચાલુ છે તે ઉપરાંત કોર્ટમાં પડતર હોય તેવા એકમોની જમીન સહીતને હરાજી કરવા માટે મુકવામાં આવ્યા છે. મુકાયેલી આ દરખાસ્તો જાણી જોઇને કંઇક વિવાદ ઉભા કરી શકે તેમ છે. કારણ કે ગત બોર્ડ વખતે પણ પ્રશ્નો ઉભા થયા હતા. જેના કારણે કેટલીક દરખાસ્તો ડીફર કરવાની નોબત આવી હતી.

    એક યા બીજા કારણોસર ડખ્ખા ઉભા કરાવીને તંત્રને વગોવા માટે પણ પ્રયત્ન થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યાની શક્યતા પણ કર્મચારીઓ વ્યકત કરી રહ્યા છે.

    પોર્ટનો વહિવટ વધુ વગોવાય તે માટે કેટલાક અધિકારીને રસ હોવાની છાપ

    હરાજીમાં મુકાયેલા એજન્ડાનો અર્થ ન સરે તેવી શક્યતા

    મોટા ભાગના અધિકારીઓ બહારગામ

    સોમવારે ઉઘડતી ઓફીસે જોવામાં આવે તો એ.ઓ. બીલ્ડીંગમાં મહત્વના ગણાતા અધિકારીઓની ચેમ્બર ખાલી હતી. આ અધિકારીઓ કોઇ કારણોસર પોર્ટના કામે બહાર ગયા હતા. આ પૈકીના કેટલાક અધિકારીઓ દિલ્હી ભણી ગયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. પોર્ટના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા દ્વારા આદેશ કરવામાં આવ્યા પછી નવો ભાર વહન કરી રહેલા સેક્રેટરી ઓ.એસ.ડી. તરીકે બીમલ ઝા હાજર રહીને આવેલા પ્રશ્નો અંગે અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending