Home » Gujarat » Bhuj » Gandhidham » બજાર-શૌચાલયમાં સ્વચ્છતાના અભાવનો પડઘો પાડયો

બજાર-શૌચાલયમાં સ્વચ્છતાના અભાવનો પડઘો પાડયો

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

ગાંધીધામ ચેમ્બર દ્વારા શહેરીજનોને પીડી રહેલા જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે પાલિકા સાથે ચિંતન બેઠક...

  • બજાર-શૌચાલયમાં સ્વચ્છતાના અભાવનો પડઘો પાડયો
    ગાંધીધામ ચેમ્બર દ્વારા શહેરીજનોને પીડી રહેલા જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે પાલિકા સાથે ચિંતન બેઠક યોજવામાં આવી હતી. પાણી, રસ્તા, રખડતા ઢોર, દબાણ સહીતના પ્રશ્નોની વિગતવાર ચર્ચા વિચારણા કરીને તેનો હકારાત્મક ઉકેલ આવે તે માટે ખાતરી આપવામાં આવી હતી. મુખ્ય બજાર અને જાહેર શૌચાલયમાં સ્વચ્છતાના અભાવનો પણ આ બેઠકમાં ચેમ્બર દ્વારા પડઘો પાડવામાં આવ્યો હતો.

    બેઠકના પ્રારંભમાં ચેમ્બરના ઉપપ્રમુખ નંદલાલ ગોયલએ આભાર માનીને આવકાર આપ્યો હતો ત્યારબાદ એક પછી એક મુદાની ચર્ચા અર્થે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ગાંધીધામ આદીપુરના બીસ્માર રસ્તાઓ, જીઆઇડીસી અને સેક્ટર 10સીના રસ્તાઓની મરામત, પાણીમાં ટીડીએસની વધારે માત્રા, વીજજોડાણ માટે પાલિકાના એનઓસી મેળવવા મુશ્કેલી, પાણી વિતરણની સમસ્યાઓ, રખડતા ઢોર, વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, ખાસ કરીને ગાંધીધામની બજાર અને જાહેર શૌચાલયમાં નીયમીત સ્વચ્છતાની વ્યવસ્થાનો અભાવ, ટ્રાફીક સીગ્નલના રખરખાવ, ટાગોર રોડના સર્વિસ રોડની આજુબાજુ અને ઉપર થયેલ દબાણ, ઝાડીઓ દુર કરવા સહીતના પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, મુખ્ય અધિકારી નીતીન બોડાતએ હાલમાં પાલીકા દ્વારા હાથ ધરાયેલ વિવિધ કામો અંગે માહીતી આપી જણાવ્યું હતું કે સરકારની ગ્રાન્ટ મળ્યે રોડના કામ હાથ ધરવામાં આવશે. શહેરમાં સફાઇ અંગે નીયમીત વ્યવસ્થા કરાઇ છે અને બીજા અનેક સ્થળોએ સફાઇ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરી પાણીમાં ટીડીએસની માત્રા હાલ 200 જ છે અને વધારે પાણીના સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

    બાઉન્ડ્રીના બાંધકામ માટે સહાયની ટહેલ

    પાલીકાએ કરેલી કામગીરીનો ચિતાર આપીને યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રમુખ દ્વારા ચેમ્બરના સભ્યો અને સામાજીક સંસ્થાઓને ઓમ કોમ્પલેક્ષની રાજવી ફાટક સુધી રસ્તાની બંને બાજુએ બાઉન્ડ્રીના બાંધકામ માટે આર્થિક સહાયની ટહેલ નાંખી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ