• Home
 • Gujarat
 • Bhuj
 • Gandhidham
 • રેલ્વે પ્રશાસન દ્વારા કાર્ગો વિસ્તારમાં આગળના ભાગે પુલીયાને બંધ

રેલ્વે પ્રશાસન દ્વારા કાર્ગો વિસ્તારમાં આગળના ભાગે પુલીયાને બંધ

DivyaBhaskar News Network

Mar 27, 2018, 02:55 AM IST
રેલ્વે પ્રશાસન દ્વારા કાર્ગો વિસ્તારમાં આગળના ભાગે પુલીયાને બંધ

રેલ્વે પ્રશાસન દ્વારા કાર્ગો વિસ્તારમાં આગળના ભાગે પુલીયાને બંધ કરી દેવામાં આવતા દુષીત પાણીનો પ્રવાહ લોકોના ઘરમાં ભરાઇ જતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્રણ દિવસથી ઉભી થયેલી આ સ્થિતિનું નિરાકરણ લાવવા રહીશો દ્વારા શનિવારે રેલ્વે પ્રશાસન સામે ધરણા પણ યોજ્યા હતા. ત્યારબાદ સોમવારે યુવક કોંગ્રેસ દ્વારા આ મુદે પાલિકા કચેરીએ રજુઆત કરવા નક્કી કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના રહીશો અને કાર્યકરો દ્વારા પાલિકા કચેરીના મુખ્ય દરવાજે તાળાબંધી કરવામાં આવી હતી. યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપવામાં આવ્યા પછી મામલો સમેટાયો હતો. જો કે ચીફ ઓફીસર સહીતના અધિકારી ન હોવાથી સવારે 11 કલાકે પહોંચેલા આ રહીશોએ ભાજપ હાય-હાય, ચીફ ઓફીસર હાય-હાય, ભ્રષ્ટાચાર નાબુદ કરો સહીતના સુત્રો પોકારી ને પાલિકાની કચેરીને ગજાવી હતી.

કાર્ગો વિસ્તારમાં રેલ્વે પ્રશાસન દ્વારા ભરવામાં આવેલા પગલાનો રેલો આવ્યો હતો. ગટરના પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં અને રોડ પર દુષીત પાણી ફરી વળ્યા હતા. નર્કાગાર સ્થિતિમાં મુકાયેલા લોકોની યાતના સાંભળવા માટે ભાજપના ચુંટાયેલા સભ્યોથી માંડીને આગેવાનોને રજુઆત પણ કરવામાં આવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી રેલ્વેમાં આવે છે. દરમ્યાન સોમવારે યુથ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રહીશોની લાગણીને વાચા આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રહીશો સાથે આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ઝુપડા વિસ્તાર પાસેથી પસાર થતા વરસાદી નાળામાં એસ.ટી. બસ પાસે આવેલા સમ્પથી ગંદા પાણી છોડાઇ રહ્યા છે. જે પર્યાવરણની વિરુધ્ધ છે. ગંદા પાણી ખુલ્લામાં છોડી શકાય નહી. રહેવાસી વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાથી ગંભીર પ્રકારના રોગોનો ભય છે. તાકીદે નાળાંના ગંદા પાણીને ફેલાતા અટકાવવા માટે પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવા માંગણી કરી હતી. અંદાજે દોઢેક કલાક સુધી ચાલેલા આ રજુઆતના દૌરમા પાલિકાના કારોબારી સમીતીના ચેરમેન તારાચંદ ચંદનાનીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર સ્વીકારીને ચેરમેન દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપવામાં આવ્યા પછી આવતીકાલથી આ વિસ્તારમાં 3 જેસીબી મોકલીને પાણીના નિકાલની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી.

X
રેલ્વે પ્રશાસન દ્વારા કાર્ગો વિસ્તારમાં આગળના ભાગે પુલીયાને બંધ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી