Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ નગરપાલિકામાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પેટ

ગાંધીધામ નગરપાલિકામાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પેટ

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલિકામાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પેટ ચોળીને શૂળ ઉભુ કરવાની કે આંતરીક ડખ્ખામારી ચલાવીને...

  • ગાંધીધામ નગરપાલિકામાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પેટ

    ગાંધીધામ નગરપાલિકામાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પેટ ચોળીને શૂળ ઉભુ કરવાની કે આંતરીક ડખ્ખામારી ચલાવીને સમયસર કામ ન થાય તેવી પધ્ધતિ અજમાવવામાં આવતી હોય છે. નિયમના અર્થઘટનની તુલના જે તે સમય મુજબ કરવામાં આવતી હોય તેવી ફરીયાદ ઉઠી રહી છે. સિંગલ ટેન્ડરથી કામ આપવાના મુદે અગાઉ પણ માથાકુટ થયેલી છે.

    કેટલાક કામો આપી દેવામાં આવે છે અને કેટલાકને અટકાવી દેવામાં આવે છે. દરમ્યાન કારોબારી સમીતી દ્વારા મંજુર કરવામાં આવેલા અંદાજે 20 કરોડના કામોમાંથી 10 કરોડના કામના વર્કઓર્ડર આપવામાં હજુ આવ્યા નથી. ચીફ ઓફીસર દ્વારા તેમની ચેમ્બરમાં આ ટેન્ડર મુકી રાખવામાં આવ્યા છે. જો આ ફાઇલોમાં સમયસર સહી ન થાય તો નવો વિવાદ ઉભો થઇ શકે તેમ છે.

    પ્રથમ તબક્કે જ ચર્ચાના એરણે ચડેલા એમ્યુઝમેન્ટ પાર્કના ટેન્ડર સહીતના વિવાદમાં હવે આગામી દિવસોમાં કેવો રંગે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પકડવામાં આવે છે તેની ઉપર પાલિકાના વર્તુળોની મીટ મંડાણી છે.

    શહેરમાં લોકોને સારી રીતે સુવિધા મળી રહે તે માટે ધારાસભ્ય અને પાલીકાના સભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિના ચેરમેન તારાચંદભાઇ ચંદનાની વગેરે દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્ય કે કેન્દ્રની આવેલી ગ્રાન્ટમાંથી સમયસર આયોજન થાય તે માટે પગલા ભરવા રસ દાખવી રહ્યા છે. જેમાં ભાજપના નગરસેવકો પણ પોત પોતાના વિસ્તારમાં કામો થાય તે માટે પ્રયત્નશીલ બને છે. આવી જ રીતે વિપક્ષના સભ્યો પણ પોતાના વિસ્તારના સુવિધાના કામો માટે રજુઆત કરીને કામ મંજુર કરાવી રહ્યા છે.

    છેલ્લા કેટલાક સમયથી કંઇકને કંઇક વિવાદના કારણે પાલિકા કચેરીનું રાજકારણ ચર્ચાના એરણે ચડયું છે. દરમ્યાન કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલા કામો પૈકીના અંદાજે 10 કરોડના કામોમાં કેટલાક કામોમાં નિયમને સુસંગત ન હોવા સહીતના મુદે હવામાન ઉભુ થયું છે. આ બાબતે મંજુર કરવામાં આવેલા કામોની ફાઇલ ચીફ ઓફીસરની ચેમ્બરમાં હવા ખાઇ રહી છે. જો નિયમ મુજબ ઠરાવ ન થયા હોય તો તેને દુર કરવા માટે ચીફ ઓફીસર શા માટે કાર્યવાહી કરાવતા નથી ? તેવો પણ પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. આ વિવાદમાં ચીફ ઓફિસરે હંમેશની જેમ ફોન રીસીવ ન કરતા તેની પ્રતિક્રિયા જાણી શકાઈ નહતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ