Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ નગરપાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજપોલ પર

ગાંધીધામ નગરપાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજપોલ પર

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજપોલ પર એલઈડી લાઈટની સુવિધા મુકવામાં આવતા સબંધીત પાર્ટીને...

  • ગાંધીધામ નગરપાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજપોલ પર

    ગાંધીધામ નગરપાલીકા દ્વારા અંદાજે 8 હજાર જેટલા વીજપોલ પર એલઈડી લાઈટની સુવિધા મુકવામાં આવતા સબંધીત પાર્ટીને અપાયેલા આ કામમાં શરુઆતથીજ વીવાદ થયો છે. આજે પણ પાલીકાના કેટલાક સભ્યોએ કોંટ્રાક્ટરના આગમન સમયે રજુઆત કરી હતી. દરમ્યાન પાલીકાએ 84 લાખનું બીલ અટકાવી દીધુ છે. તે મુદે ચીફ ઓફિસર સમક્ષ સવારે એજન્સીના લોકોએ આવીને રજુઆત કરી હોવાની માહિતી મળી રહિ છે. ત્યારબાદ પાલીકાના વકીલે પણ સબંધીત પ્રકરણમાં માહિતી મંગાવી હતી.

    શહેરમાં નાખવમાં આવેલી એલઈડી ઓછો પ્રકાશ આપે છે અને સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં લાઈટ બંધજ રહેતી હોવાની ફરિયાદ ઉઠી હતિ. સતાપક્ષ ભાજપનાજ સભ્યોએ આ બાબતે ફરીયાદોનો દોર ચલાવીને દબાણ લાવી કોંટ્રાક્ટ રદ થાય તે માટે માંગણી કરી રહ્યા છે. દરમ્યાન, સોમવારે બપોરના સમયે ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરવા આ એજન્સીના માણસો આવ્યા હતા તેવા સંકેત પણ સાંપડી રહ્યા છે. આ સમયે સતા પક્ષના કેટલાક સભ્યોને જાણ થતા રજુઆત પણ કરીને કેટલા વિસ્તારમાં લાઈટ બંધ છે, તેનો પડઘો પાડ્યો હતો. દરમ્યાન, સાંજના સમયે પાલીકાની પેનલનાજ વકીલ ભેદાએ સબંધીત બાબતે ફાઈલ મંગાવીને જરુરી માહિતી મેળવી હતી. કારોબારી સમીતી ચેરમેન તારાચંદભાઈ ચંદાનાનીએ આ માહિતી વકીલને આપી હતી, તેવી વિગત પાલીકાના સુત્રોમાંથી મળી રહિ છે. હવે, કદાચ આ મુદો કાનુની રીતે આગળ વધે તો નવાઈ નહિ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending