ગાંધીધામમાં સામાન્ય બાબતે નબીરા બાખડ્યા

ગાંધીધામ | ગાંધીધામમાં બેફામ થઈ રહેલા નબીરાઓએ રવિવારે સંકુલના જાહેર માર્ગ પર રેસ લગાવ્યા બાદ કોઇ બાબતે ટકરાવ થતા...

DivyaBhaskar News Network | Updated - Mar 27, 2018, 02:55 AM
ગાંધીધામમાં સામાન્ય બાબતે નબીરા બાખડ્યા
ગાંધીધામ | ગાંધીધામમાં બેફામ થઈ રહેલા નબીરાઓએ રવિવારે સંકુલના જાહેર માર્ગ પર રેસ લગાવ્યા બાદ કોઇ બાબતે ટકરાવ થતા બાથબાથ આવ્યા હતા. સ્થળ પર રહેલા મીત્રોએ છોડાવ્યા બાદ તેમાના એક યુવાને અન્યના ઘરે જઈને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્લો વિસ્તારમાં રહેતા નબીરાઓએ રાજાપાઠ અવસ્થામાં રવિવારની રાત્રે આદિપુર નજીક કાર રેસ લગાવી હતી, જેમા કોઇ બાબતે બોલાચાલી થતા મારામારી શરુ થઈ ગઈ હતી. ઘટના બાદ મોડી રાત્રે એક યુવાન અન્યના ઘરે પહોંચી રાડારાડ કરતા વિવાદ વકર્યો હતો. આ લખાય ત્યાં સુધી પોલીસને જાણ કરાયા બાદ સમાધાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું આંતરીક સુત્રોએ જણાવી રહ્યા છે.

X
ગાંધીધામમાં સામાન્ય બાબતે નબીરા બાખડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App