• Gujarati News
  • National
  • પાલિકાના કર્મચારીએ રજુ કરેલા નિયમના વાંધા સાંભળવામાં આવશે

પાલિકાના કર્મચારીએ રજુ કરેલા નિયમના વાંધા સાંભળવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામપાલિકાના કર્મચારીના નિયમો થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યા હતા. પાલિકાના નિયમોના સુચનાને પગલે જરૂરી સુધારા વધારા કરી તૈયાર કરવામાં આવેલા નિયમો નોટીસ પર મુકી વાંધાઓ મંગાવ્યા હતા. કેટલાક નિયમો કર્મચારીઓના હીતને અનુકૂળ હોવાના કારણે કર્મચારીઓમાં કચવાટ પણ જોવા મળ્યો છે. દરમ્યાન 10 થી વધુ વાંધાઓ રજુ થયા છે જેને આગામી દિવસોમાં સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પાલીકાના કર્મચારીના નિયમોમાં સુધારા કરવા અને જરૂરી બાબતોને વણી લેવા માટે પાલીકાના નિયામક દ્વારા નગરપાલિકાને સુચના આપવામાં આવી હતી. સુચનાના પગલે અગાઉના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા પછી નોટીસ બોર્ડમાં જાહેર પ્રસિધ્ધી 1 મહીના પહેલા કરવામાં આવી હતી. પ્રસિધ્ધિ બાદ વાંધા સુચનો માંગવામાં આવતા વ્યક્તિગત રીતે અને સંગઠનની રીતે પણ કર્મચારી મંડળોએ નિયમોનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. અભ્યાસના તારણમાં કેટલીક ત્રુટીઓ અને કર્મચારી વિરોધી નિયમો જણાતા બાબતે વિરોધ નોંધાવવા કર્મચારીઓએ મન બનાવી લીધું હતું. દરમ્યાન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોમાં ફેરફાર કરવા સહીતના સુચન માટે વાંધા પણ મોકલી આપવામાં આવ્યા હતા. કર્મચારીના હીતને નુકશાન કરતા નિયમો લાગુ પડે તે માટે કર્મચારીઓની લાગણી છે. હવે જોવું રહ્યું છે કે કર્મચારીઓની લાગણી સામે પાલિકા દ્વારા કેવી રીતે ક્યારે કવાયત હાથ ધરવામાં આવે છે.

સાંભળીને નિયામકને મોકલી અપાશે

કર્મચારીઓદ્વારા મુકવામાં આવેલા વાંધાઓ સાંભળવા માટે ચીફ ઓફીસર દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારબાદ તમામ વાંધા સાંભળીને નિયામકમાં મોકલી આપવામાં આવશે અને જ્યાંથી નોટીંગ થઇને આવ્યા પછી યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે. જેમાં નિયમમાં સુધારા કરવામાં આવે છે કે કેમ તે તો ત્યારે ખ્યાલ આવશે. કર્મચારીઓ પણ હોમવર્ક કરીને સજ્જડ રીતે પુરાવા આપીને પોતાની તરફેણમાં દલીલ કરવા તૈયારીમાં લાગી ગયા છે.

વાંધા મંગાવ્યા પછી હવે સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાશે

ગાંધીધામ પાલિકાના કર્મચારીના નિયમો બહાર પડાયા હતા

અન્ય સમાચારો પણ છે...