• Gujarati News
  • ‘સિલેકશન થઇ ગયું હોય તો ઇન્ટરવ્યૂની જરૂર નથી’

‘સિલેકશન થઇ ગયું હોય તો ઇન્ટરવ્યૂની જરૂર નથી’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટ દ્વારા ટ્રાફિક આઉટડોર ક્લર્કની ભરતીનો વિવાદ વધુ વકર્યો છે. કારણ કે, નવમી એપ્રિલે યોજાનારા ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારને કોલ લેટર મોકલવામાં આવ્યો છે તેને શિપિંગ સેક્રેટરી અને કંડલા પોર્ટના ચેરમેનને પત્ર લખીને એવો આક્ષેપ કર્યો છે કે, જો લાગવગથી અને ગોઠવણથી ક્લર્કની પોસ્ટ માટે કોઇનું સિલેકશન થઇ ગયું હોય તો અમારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી. લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ ઇન્ટરવ્યૂ માટે જેમને કોલ લેટર આપવામાં આવ્યો છે તેવા એક ઉમેદવાર દિક્ષીત સોંધરાએ પત્ર લખતા ખુદ ચેરમેન પણ ચોંકી ઉઠ્યા છે.

કારણ કે, પત્રમાં ઉમેદવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંડલા પોર્ટની ડીસી ઓફિસમાં કામ કરતા ખીમજી ટી. મહેશ્વરી નામના મેસેંજર કક્ષાના કર્મચારીના બે પુત્ર વિપુલ અને જયેશને અગાઉથી પસંદ કરી લેવામાં આવ્યા છે. જો ખરેખર કંડલા પોર્ટ યોગ્ય ઉમેદવારને નોકરી આપવા માંગતુ હોય તો જગ્યા માટે ફરીથી લેખિત પરીક્ષા લેવી જોઇએ.