• Gujarati News
  • સંત કંવરરામની જન્મ જયંતી ઉજવાશે

સંત કંવરરામની જન્મ જયંતી ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સંત કંવરરામ ટ્રસ્ટ દ્વારા આગામી તા.13ના અમર શહીદ સંત કંવરરામની 130મી જન્મજયંતી ઉજવવામાં આવશે. સવારે 9:30 કલાકે કો-ઓપરેટિવ બેંક પાસે આવેલી કંવરરામની પ્રતિમાએ ફૂલહાર ચડાવવામાં આવશે. સવારે 10થી 1 સુધી સંત કંવરરામ ધર્મશાળામાં સંતની આરતી અને શાળાના બાળકો તથા રામબાગ હોસ્પિટલ, સેન્ટ જોસેફ હોસ્પિટલ અને કન્યા વિહારના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે. સાંજે 7થી 8:30 સેન્ટ જોસેફ હોસ્પિટલ, ઇફ્કોની પાછળ રહેતી 60 અપંગ અને મંદબુદ્ધિની કન્યાઓ સાથે મળીને સંતની બર્થ ડે કેક કાપવામાં આવશે.