તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિમકાર્ડના વેપલામાં નવા ધડાકાની સંભાવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિમકાર્ડના વેપલામાં નવા ધડાકાની સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કંડલાખાતેથી સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા સિમકાર્ડ વિદેશી ક્રૂ મેમ્બરને વેચવાના આખા કોકડાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ આગળની તપાસ એસ.ઓ.જી.ને સુપરત કરવામાં આવી હતી. બીજીતરફ બંદર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પરવાના રિન્યૂ કરાવ્યા વગર બિન્ધાસ્ત ધંધો કરતા તત્ત્વો વિરુદ્ધ કસ્ટમ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થતાં બંદરીય વિસ્તારનો ઉપયોગ કરતાં વર્ગમાં કચવાટ ફેલાયો છે.

કંડલા પોર્ટ વિસ્તારમાં કસ્ટમના પરવાનાથી એમએસ સીલેન્ડ એમ્પોરીયમ નામની પેઢીનો સંચાલક ભરત લાલચંદ દેવાણી અને તેનો કર્મચારી દિનેશ મીરવાણી ધંધાની આડમાં વિદેશી ક્રૂ મેમ્બરોને ભારતીય મોબાઇલ કંપનીના સિમકાર્ડ વેચવાનો વેપલો કરતા ઝડપાયા બાદ, તેમની કેફીયતના આધારે સિમ લેતા અન્ય ગ્રાહકોના આધારોની ડુપ્લીકેટ બનાવી, તેમના નામે સિમકાર્ડ એક્ટિવેટ કરાવીને શખ્સોને પૂરા પાડનારા ગાંધીધામમાં વોડાફોનના બે ડિલરો, અરિહંત ટેલીકોમના હિતેશ તારાચંદ મહેતા અને સિદ્ધિ એન્ટરપ્રાઇઝના પ્રકાશ અરવિંદ મહેતા પણ સાણસામાં આવ્યા હતા, ચારેયને ઝડપી લેવામાં આવ્યા બાદ તેમના રિમાન્ડને પગલે કારસામાં અન્યોની સંડોવણી પણ બહાર આવશે, એમ માનવામાં આવી રહ્યું હોઇ શખ્સો સાથે વહીવટ કરતા તત્ત્વોમાં દોડધામ મચી જવા પામી છે. દરમિયાન, સ્થાનિક ગુનાશોધક શાખાએ ભાંડાફોડ કર્યા બાદ આગળની તપાસ કંડલા મરીન પોલીસ પાસેથી લઇ એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી.

કસ્ટમ તંત્રની ઢીલી નીતિ પણ જવાબદાર

પોર્ટપર પરવાનાથી વેપાર કરતા તત્ત્વોના પરવાના રદ્દ થયા બાદ પણ તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવાના સ્થાને મૌન ધારણ કરનારું કસ્ટમ તંત્ર પણ જવાબદાર છે. અગ્રણી જોસેફ ચાકો દ્વારા સંચાલીત કંડલા સીફેરર્સ વેલફેર એસો.ની કેન્ટીન ઉપરાંત અમુક અન્ય વેપારીઓના લાઇસન્સ પણ રિન્યૂ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બાબતે ચાકોને પૂછવાની કોશિશ કરતાં તેઓ આંતરરાષ્ટ્રીય રોમિંગ પર હોવાથી વાત થઇ શકી નહોતી.

ટેલીકોમકંપનીઓએ વિશ્વસનિયતા ગુમાવી

વોડાફોનજેવી કંપનીના ગાંધીધામના બે ડિલરો પણ ઝપટમાં આવતાં ચકચાર પ્રસરી છે. એક ગ્રાહકના એકથી વધુ સિમ અનુસંધાને વેરિફિકેશન થતું હોવાનું પણ બનાવથી ફલીત થાય છે. જો અન્ય વૈકલ્પીક નંબર પર વેરિફિકેશન થતું હોય, તો આવા બનાવો બને નહીં, દેશની સલામતી સાથે સંકળાયેલા આવા મહત્ત્વના વેપલાને અટકાવવા કવાયત હાથ ધરવી જોઇએ.

પરવાના રિન્યૂ કરાવ્યા વિનાના વેપારીઓ વિરુદ્ધ કસ્ટમ-CISF તંત્રનું ભેદી મૌન

બધા તંત્રો ગાઢ નિદ્રામાં ઊંઘતા ઝડપાયા બાદ તપાસ SOGને સોંપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો