તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શ્વાનને બચાવવા જતાં ડમ્પર પલટ્યું, ચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્વાનને બચાવવા જતાં ડમ્પર પલટ્યું, ચાલકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાકંડલા ખાતે સોમવારે સવારે કૂતરાને બચાવવા જતાં ડમ્પર પલટી મારી ગયું હતું અને ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે જીવલેણ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નવા કંડલા ખાતે વેસ્ટ ગેટ નં. 1 માર્ગ પર સોમવારે સવારે 11:15 વાગ્યે રસ્તાની સાઇડમાંથી દોડતા આવેલા કૂતરાને બચાવવા જતાં ડમ્પર નં. જીજે-12-યુ-6578 પલટી મારી ગયું હતું, જેના પગલે ચાલક તારાજી ભુરાજી ભાટી (ઉ.41)ને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા અને મહામુશ્કેલીએ મૃતકના દેહને બહાર કાઢી શકાયો હતો. બનાવ સંબંધે મૃતકના ભાઇ ગોવિંદ ભાટીએ પોલીસમાં ફરિયાદ આપતાં અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પલટી મારી ગયેલું ડમ્પર

નવા કંડલાના વેસ્ટ ગેટ નં. 1 માર્ગ પર થયો અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો