તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માત્ર દારૂ વેચનારાઓને નહીં, સપ્લાયરને પણ ઝડપો :MLA

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર દારૂ વેચનારાઓને નહીં, સપ્લાયરને પણ ઝડપો :MLA

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાધારાસભ્યે સોમવારે સાંજે એસ.પી. કચેરીએ જઇ દારૂ-જુગારના હાટડા બંધ કરાવવા માગણી કરી હતી. બે માસ અગાઉ પણ તેમણે હાટડા બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી કાગળ ઉપર આપી હતી.

એસ.પી. કચેરીએ ટેકેદારો સાથે પહોંચેલા ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ એસ.પી.ની ગેરહાજરીમાં એલ.સી.બી. પી.આઇ. રાઠોડને આવેદન સુપરત કર્યું હતું. જે અનુસાર ગત તા. 13/6ના પણ તેમણે ભાજપના સ્થાનિક અગ્રણીઓ સાથે આવી દારૂ-જુગારના ધમધમતા હાટડા બંધ કરાવવા રજૂઆત કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. પ્રભારી શંકર ચૌધરીના કાર્યક્રમમાં પણ પોલીસને તાકીદ કરાઇ હતી, છતાં આજ સુધી શહેર-તાલુકામાં દારૂનું વેચાણ ચાલુ હોવાની રજૂઆત તેમના સુધી આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ બાદ દારૂનો અડ્ડો ચલાવતા શખ્સ વિરૂદ્ધ કાંઇ કાર્યવાહી થઇ કે નહીં તે વિશે પણ તેમણે માહિતી માગી હતી.

બદીઓને અટકાવવા માટે રજૂઆત કરતા ધારાસભ્ય

ગાંધીધામ સંકુલમાં દારૂ-જુગારના ધમધમતા હાટડાઓ બંધ કરાવવા SPને કહ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો