તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વોર્ડ 1માં વિકાસ કામનું ખાતમુહુર્ત

વોર્ડ 1માં વિકાસ કામનું ખાતમુહુર્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાદ્વારા વિકાસ કામોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં સાંસદ, ધારાસભ્ય અને પાલિકાની સંયુક્ત વિવિધ ગ્રાંન્ટમાંથી વોર્ડ 1માં મંજુર થયેલા વિકાસ કામોનું ખાતમુહુર્તનું આયોજન આદિપુર મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

પ્રસંગે પાલિકા ગીતા ગણાત્રા, બળવંત ઠક્કર, નરેશ ગુલબાણી, ચંદ્રિકાબેન દાફડા, પુનીત દુધરેજીયા વગેરેના હસ્તે કમ્યુનીટી હોલ, ખેતરપાળ લેબર કેમ્પમાં પેવર બ્લોક, ગણેશ મંદિરે ચાર વાળીમાં પેવર બ્લોક વગેરે કામો આગેવાનોના હસ્તે ખાત મુહુર્ત કરીને શરુ કરાયા હતા.

મહેશ્વરી સમાજના પ્રમુખ પ્રકાશ મહારાજે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુતરીયાએ સ્વાઈન ફ્લુ અંગે જનજાગ્રુતિ લક્ષી માર્ગદર્શન આપી, મા કાર્ડના લાભની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...