તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિંઘવી સ્કુલના છાત્રોએ બે સ્પર્ધામાં મેદાન માર્યું

સિંઘવી સ્કુલના છાત્રોએ બે સ્પર્ધામાં મેદાન માર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાભારતી દ્વારા ‘ભારત કો જાનો’ તેમજ ‘ચેતના કે સ્વર’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ અમરચંદ સિંઘવી સ્કૂલે મેદાન માર્યું હતું.મંચ સ્પર્ધામાં વિદ્યાલયના સિદ્ધાર્થ તેમજ શ્રેયશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે ચેતના કે સ્વર સમૂહ ગીત સ્પર્ધામાં બીજા ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં યશ, વિકાસ, પ્રણય, ખૂશી, શબાના, નીમિ, સિરીન, રાશિકા તેમજ સુખપ્રીતે સમૂહ ગીત પ્રસ્તુત કર્યું હતું. સંગીત શિક્ષક તરીકે ધારા સોલંકી તેમજ રાજેશ શાહ રહ્યા હતા. વિજેતાઓને આચાર્ય મૃદુલ વર્માએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...