• Gujarati News
  • National
  • ચેક રિટર્ન કેસમાં ગાંધીધામના વેપારીને મહિનાની કેદ

ચેક રિટર્ન કેસમાં ગાંધીધામના વેપારીને મહિનાની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાવેપારીને 14 વર્ષે જુના ઠગાઈના કેસમાં ગાંધીધામની કોર્ટે માસની સાદી કેદ અને અઢી લાખનો દંડ ફટકારતા શહેરમાં ચર્ચાનો માહોલ છવાયો હતો. 60 હજારનો ચેક બાઉન્સ થયા બાદ ઈલેક્ટ્રોનીક્સના વેપારીએ તેમના પર ઠગાઈનો કેસ કર્યો હતો.

2003માં ગાંધીધામના રિલાયન્સ એપ્લાયન્સના ફરીયાદી ગોવિંદ તુલસીદાસ બલવા પાસેથી શીવશક્તિ એન્ટરપ્રાઈઝના નામે શંકર પાન હાઉસ વાળા આરોપી અશોક સુંદરદાસ જેઠવાણી ઉર્ફે કાલુભાઈએ કલર ટીવીના પાંચ સેટ ઉધાર લીધા હતા. ચુકવણા પેટૅ 60,580 નો એકાઉંન્ટ પે ચેક આપ્યો હતો. ફરિયાદીએ તે બેંકમાં જમા કરાવતા ખાતામાં એટલુ ભંડોળ હોવાનું લેખિત મેમોથી બેંકે જણાવ્યુ હતુ. તેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામની ફોજદારી કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ તળે ફરિયાદ કરી હતી. જે અંગે ફરિયાદી પક્ષેથી નવ દસ્તાવેજી આધારો રજુ કરાયા હતા. કેસની આખરી દલીલમાં ફરિયાદીના ધારાશાસ્ત્રી અજમલ સોંલંકીએ વિવિધ ન્યાયાલયોના ચુકાદાઓ ટાંકી દલીલ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 2,42,360 નો દંડ અને 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી. ચુકાદાના પગલે ગાંધીધામના વેપારી આલમમાં ચર્ચાનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...