• Gujarati News
  • National
  • વનરેબલ મતદાન મથકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

વનરેબલ મતદાન મથકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભાની ચૂંટણીમાં શરૂ થયેલા રાજકીય કમઠાણની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવી શક્યતા પણ કેટલાક જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આવા સંજોગોમાં આજે ગાંધીધામ પાલિકાના સભાખંડમાં ચૂંટણીલક્ષી વહીવટી કામગીરી અંગે બેઠક યોજવામાં આવી હતી. ક્રીટીકલ બુથ સહિતની માહિતી માગવામાં આવી હતી. વનરેબલ મતદાન મથકો અંગે પણ ચર્ચા વિચારણા થઇ હોવાની માહિતી મળી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. રાજકીય દાવપેચની સાથે સાથે હવે નિયત મુદ્દત કરતાં વહેલી ચૂંટણી આવે તેવી શક્યતા પણ ઉભી થઇ છે. જોકે, ચોમાસાની સીઝન પછી અંગે ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ હાલ તો ભાજપે જે રીતે જુદા જુદા વિધાનસભા વિસ્તાર દીઠ સંગઠનના પ્રભારીઓની વરણી પણ તા.29ના કરી છે, તે જોતાં ભાજપ અત્યારથી ચૂંટણીલક્ષી કાર્યવાહીમાં કોઇ કચાસ રાખવા માંગતું હોય તેવી સ્થિતિ છે.

દરમિયાન આજે પાલિકાના સભાખંડમાં ગાંધીધામ વિધાનસભા વિસ્તારની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ચૂંટણીલક્ષી થયેલી મતદારયાદીની સુધારણા સહિતની માહિતીની આપલે કરવામાં આવી હતી. ઉપરાંત આગામી દિવસોમાં કરનાર કાર્યવાહી અંગે પણ ચર્ચા થઇ હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, તાલુકા વિકાસ અધિકારી સી.ડી. ડામોર, મામલતદાર સતીષ અભાણી, ચીફ ઓફિસર નીતિન બોડાત તથા ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા કર્મચારી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મતદારયાદીની સુધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બીએલઓ દ્વારા આવેલા ફોર્મની સુધારણા કરીને ફોર્મ ભરવામાં આવ્યા તા.

પાલિકામાં ચૂંટણીલક્ષી વહીવટી તંત્રની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...