તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિપુરમાંથી ચોરાઉ ચાર બાઇક સાથે બે શખ્સ જબ્બે

આદિપુરમાંથી ચોરાઉ ચાર બાઇક સાથે બે શખ્સ જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળની ઝાડીઓમાં નંબર પ્લેટ કાઢીને ચોરાઉ બાઈકો સંતાડી હતી

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામઅને આદિપુરમાંથી ચોરી થયેલી ચાર બાઈકોને બે તસ્કરો સાથે પકડી પડાયા હતા. આદિપુર પોલીસે એક વ્યક્તિને ચોરાઉ બાઈક સાથે પકડી તેના થકિ સગડ મેળવી બાકીના એક વ્યક્તિ અને ચોરાઉ વધુ ત્રણ બાઈકને પકડી પાડી હતી.

ઘર બહાર પાર્ક કરેલી બાઈકોને રાત્રીના ભાગે ઉઠાવી જવાની ઘટનામાં છેલ્લા એક મહિનાથી વધારો જોવા મળ્યો હતો. જેને ડિટેક્ટ કરવામાં પોલીસ પ્રયત્નશીલ હતી ત્યારે બાતમીના આધારે ગુરુવારે મહેશ ઉર્ફે શીવો બાબુભાઈ પરમાર (ઉ.વ.19) ને પોલીસે ગાંધીધામની નવી સુંદરપુરી પાસે ખોડીયાર માંના મંદિર પાસેથી ચોરાઉ બાઈક જીજે 23 ડીબી 6181 સાથે પકડી પાડ્યો હતો. જેને અન્ય ચોરાઉ બાઈકો અંગે યુક્તિઓ દ્વારા પુછતા તે વોર્ડ 6બીમાં નવી બનેલી એસઆરસી દુકાનો તરફ દોરી ગયો હતો. જ્યાં બાવળની ઝાડીઓમાંથી નંબર પ્લેટ વગરની ત્રણ છુપાવેલી બાઈકો મળી આવી હતી. સાથે અન્ય શખ્સ વિજય ગોવિંદ ભીલની સંડૉવણી પણ બહાર આવતા તેની અને મહેશની અટક કરી બે હોંડા સાઈન, એક હોંડ સ્પ્લેન્ડર મળી કુલ 4 બાઈક 1.40 લાખની જપ્ત કરી હતી. પકડાયેલા બન્ને આરોપીઓ અગાઉ કોઇ વાહન ચોરીમાં સંડોવાયેલા હતા કે કેમ તે દિશામાં પુછપરછ આદરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...