સંકલનનો અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હીરાલાલપારખ સર્કલથી સંતોષી માતા ચાર રસ્તા સુધી ફોર લેન બનાવવા માટે પાલિકાએ લાંબા સમયથી કામગીરી હાથ ધરી છે. રસ્તા પર અડચણરૂપ વીજ પોલ દૂર કરવા માટે તબક્કાવાર જણાવ્યા પછી પણ સમયાંતરે કામગીરી થતાં પાઘડીનો વળ છેડે આવ્યો હોય તેમ છેલ્લી ઘડીએ કામગીરી કરવામાં આવી રહી છે. ગુરૂવારે વીજપોલ હટાવવાની કામગીરી સમયે વીજ કંપની દ્વારા 16 ઇંચ પાણીની પાઇપલાઇનને તોડી પાડી હતી. પાઇપલાઇનના ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ થયા બાદ પાલિકાએ આજે મરંમતની કામગીરી હાથ ધરી હતી. જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નર્મદા ભવન કચેરી સામે વીજપોલ દૂર કરવાની કામગીરી વેળાએ ગઇ કાલે પાણીની પાઇપલાઇન તુટી હતી. વીજ કંપની દ્વારા વીજપોલ ખસેડવાની કવાયતથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાઇ ગયો હતો. જોકે, પાલિકાના સત્તાધિશોને ગઇ કાલે બાબતે કોઇ જાણકારી થઇ હતી. આજે માહિતી મળ્યા પછી ઉંઘમાંથી જાગીને પગલા ભરવા મરંમતની કામગીરી હાથ ધરી હતી. સંકલનના અભાવે પાલિકા અને વીજ કંપની વચ્ચે અગાઉ પણ વિવાદ થઇ ચૂક્યા છે. જેનો ભોગ સામાન્ય જનતાને બનવું પડ્યું છે. બાબતે પુનરાવર્તન થાય તે જરૂરી છે.

સવા કરોડના કામમાં અડચણ આવી રહી છે

સુધરાઇદ્વારા ફોરલેન પ્રોજેક્ટ તૈયાર કરીને મંજુરી આપવામાં આવી છે. અંદાજે સવા કરોડના ખર્ચે અંદાજે ચારેક કિલોમીટરથી વધુ રસ્તાના કામમાં ખાતમુહૂર્ત બાદ વીજપોલ અને અન્ય દબાણો આવતા પાલિકા આગળ વધી શકી હતી. વારંવાર ટકોર કરવામાં આવ્યા પછી પણ હજુ ગોકળગતિએ કામ ચાલું થાય તેવી શક્યતા ઉભી થઇ છે. જ્યાં સુધી વીજપોલ અને તમામ દબાણ દૂર થાય ત્યાં સુધી પ્રોજેક્ટમાં ગતિ આવવાની સંભાવના જણાતી નથી.

વીજ કંપની દ્વારા થાંભલા ખસેડવા જતાં તૂટેલી પાઇપલાઇન.

પાઇપલાઇનના રીપેરીંગ માટે ખોદેલો ખાડો

વીજ કંપનીએ તોડેલી પાણીની લાઇનની મરંમત કરાઇ

અન્ય સમાચારો પણ છે...