• Gujarati News
  • સાંગનારામાં ભાઇના ઠપકાથી બહેને દવા પી જિંદગી ટૂંકાવી

સાંગનારામાં ભાઇના ઠપકાથી બહેને દવા પી જિંદગી ટૂંકાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારમાં શોકનું મોજું

ક્રાઇમરિપોર્ટર. ગાંધીધામ

નખત્રાણાતાલુકાના સાંગનારા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાને વ્હાલસોયા ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવતાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આયખું ટૂંકાવી લીધું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, સાંગનારા વાડી વિસ્તારમાં રિંકલબેન ગોપાલ નાયક (ઉ.વ.15) શનિવારે બપોરે 3:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકલી હતી, ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જોકે, થોડી ક્ષણોમાં વાડીમાં કામ કરતા તેના ભાઇને જાણ થતાં તાત્કાલિક દોડી આવ્યો હતો અને બહેનને સારવારમાં હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેના ભાઇ સાથે રહેતી હતી, જ્યારે માતા-પિતાનું અવસાન થયું હોવાથી ભાઇ-બહેન એકલા રહે છે. મૃતક રિંકલ ક્રોધી અને જીદ્દી સ્વભાવની હતી અને ભાઇની ખૂબ લાડકી હતી, તેવામાં આજે કોઇ ઘરકામ થયું હોવાથી લાડકવાયા ભાઇએ ઠપકો આપ્યો હતો, જેથી માઠું લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું.