• Gujarati News
  • ડીએવીના વાલીઓ અને સંસદસભ્ય વચ્ચે બેઠક યોજાઇ

ડીએવીના વાલીઓ અને સંસદસભ્ય વચ્ચે બેઠક યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનીશિક્ષણ સંસ્થા ડીએવી સ્કૂલના ચાલતા વાદ-વિવાદનો મુદ્દો હવે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છે. લાંબા સમયથી શાળા સંચાલક અને વાલીઓ વચ્ચે ઊભા થયેલા સુવિધા સહિતના મુદ્દે સરકારી અધિકારીઓ સાથે બેઠકો, રજૂઆતો અને તપાસ યોજવામાં આવ્યા બાદ વાલીઓએ ગાંધીધામમાં મૌન રેલી યોજી પડઘો પાડ્યો હતો. રેલી પછી પણ પ્રશ્ન ઉકેલાયા બાદ સંસદસભ્ય વિનોદ ચાવડા પાસે પ્રતિનિધિમંડળે દસ્તાવેજી રજૂ કરીને રજૂઆત કરી હતી. સીબીએસઇ ફી વધારા સહિતના મુદ્દે ચાલતી લડત હવે કયા તબક્કે પહોંચે છે, તે હાલના તબક્કે કશું કહી શકાય તેમ નથી, પરંતુ વાલીઓના જણાવ્યા મુજબ સંસદસભ્યે અધિકારીઓને પૂછાણ કરી માહિતી મેળવી યોગ્ય રસ્તો કરવા જણાવ્યું હતું.